News capital Reality check: પંચમહાલના શહેરા તાલુકામાં 3 વર્ષથી ફાર્માસીસ્ટ અને લેબ ટેકનિશિયનની ઘટ, દર્દીઓમાં રોષ

દશરથસિંહ પરમાર, પંચમહાલ: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ન્યુઝ કેપિટલની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે. જેમા જાણવા મળ્યું કે શહેરા નગરમાં આવેલ અર્બન હેલ્થ સેન્ટરમાં છેલ્લા ત્રણ વર્ષથી ફાર્માસીસ્ટ અને લેબ ટેકનિશિયનની ઘટ છે અને જેના કારણે અહીંયા આવતા નગરના દર્દીઓને ઓપીડી બંધ હોવાના કારણે વીલા મોઢે પાછા જવાનો વારો આવતો હતો આ સાથે બજારમાંથી નાણાં ખર્ચીને દવાઓ લેવા મજબુર બન્યા હતા. જોકે ઓપીડી ઉપર ફાર્માસીસ્ટ ન હોવાથી રોજબરોજ આવતા દર્દીઓમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ઘટ ને પુરવા માટે પાછળ 6 માસથી બે ફાર્માસીસ્ટને ચાર્જમાં મુકવામાં આવ્યા છે. જે સપ્તાહના ત્રણ-ત્રણ દિવસ આવી તે ઘટ પુરી કરી રહ્યા છે.

News Capital દ્વારા આ બાબતે ચાર્જમાં બેસતા ફાર્માસીસ્ટ ને પૂછતા જણાવ્યું હતું કે તેઓ શહેરા તાલુકાના પાદરડી ગામમાં આવેલ આરોગ્ય કેન્દ્ર માં ફરજ બજાવે છે અને પાછલા છ માસથી શહેરા ખાતે આવેલ અર્બન હેલ્થ સેન્ટરમાં ફાર્માસીસ્ટ ન હોવાથી ચાર્જમાં આવે છે અને ચાર્જ સાંભળે છે. આ સાથે તેઓએ એ પણ જણાવ્યું કે પાદરડી ખાતે આવેલ સેન્ટર ઉપર તેઓની વતી અન્ય હાજર સ્ટાફ દ્વારા દર્દીઓ દવાઓ આપવામાં આવે છે.

આ પણ વાંચો: News capital Reality check: ડેડીયાપાડામાં હોસ્પિટલ તો છે પણ ડોક્ટર નથી…. રાહ જોતા રહી જાય છે દર્દીઓ

જો કે આરોગ્ય વિભાગ દ્વારા શહેરા નગરમા આવેલ અર્બન હેલ્થ સેન્ટર માં હાલ પૂરતી ઘટ તો પુરી કરવામાં આવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક સ્ટાફ પણ હેરાન થાય છે અને જેની સીધી અસર ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારમાં આવેલ phc – chc ઉપર સારવાર અર્થે આવતા લોકોને પડી રહી છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા વહેલી તકે ખાલી પડેલ જગ્યાઓ પુરે તો આવી મોંઘવારીમાં ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોને રાહત થાય.