November 27, 2024

ન્યૂઝ કેપિટલ ઇમ્પેક્ટ: ગુજરાત વિધાનસભાની જર્જરિત છતનું શરૂ થયું સમારકામ

ગાંધીનગર: ફરી એકવાર ન્યૂઝ કેપિટલના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. ગુજરાત વિધાનસભાની જર્જરિત છતને લઈને અહેવાલ પ્રસારિત કર્યાના ગણતરીના કલાકોમાં તંત્ર કામે લાગ્યું અને વિધાનસભાના જર્જરિત છતનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું. ન્યૂઝ કેપિટલ દ્વારા આજે બપોરે છત પર સ્લેબ લટકતો જોવા મળ્યો હોવો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. ગણતરીના સમયમાં વિધાનસભા અધિકારીઓને ધ્યાને આવતા સમારકામ શરૂ કરવામાં આવ્યું છે.

ન્યૂઝ કેપિટલ દ્વારા અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. ગાંધીનગર ખાતે આવેલા ગુજરાત વિધાનસભા બિલ્ડિંગ આજે ફરી ચર્ચામાં આવી છે. ચર્ચા પાછળનું કારણ કોઈ વિધેયક નહીં પરંતુ બિલ્ડિંગ પોતે જ છે. વાત એમ છે કે કરોડોના ખર્ચે હજુ થોડા સમય પહેલા જ ગુજરાત વિધાનસભાનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. પરંતુ હવે એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે જે જોઈને લાગે છે કે જો વિધાનસભા બિલ્ડિંગના આવા હાલ હોય તો જાહેર સ્થળોનું પૂછવું જ શું.

વાસ્તવમાં, વિધાનસભાના બિલ્ડીંગમાં ફરી ભંગાણ થયાના દ્રશ્યો સામે આવ્યા છે. ગુજરાત વિધાનસભાની બિલ્ડીંગમાં ઉપર છત લટકતી જોવા મળી છે. થોડા સમય પહેલા જ 120 કરોડના ખર્ચે વિધાનસભા બિલ્ડીંગનું રીનોવેશન કરવામાં આવ્યું હતું. લટકતી સ્લેબના કારણે અકસ્માત થવાની ભીતી સેવવામાં આવી રહી છે. અગાઉ પણ બે વર્ષ પહેલાં સ્લેબ પડવાની ઘટના બની હતી. સદનસીબે ટે સમયે મોટી જાનહાની ટળી ગઈ હતી. ત્યારે હવે, 8 વર્ષના ગાળામાં વિધાનસભા છતમાં નુકસાન થઈ રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે. ફરી એક વખત વિધાનસભાનું બિલ્ડીંગ જર્જરિત બન્યું છે.