November 14, 2024

AFG vs NZ: ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ પહોંચી ભારત

AFG vs NZ:  ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમ લાંબા સમય બાદ ભારત આવી પહોંચી છે. મહત્વની વાત એ છે કે ન્યૂઝીલેન્ડની ટીમ ભારતીય ટીમ સામે રમશે નહીં. ન્યુઝીલેન્ડ મેચ અફઘાનિસ્તાન સાથે રમાવાની છે. જોકે અફઘાનિસ્તાનની ટીમ ભારત પહેલેથી જ આવી પહોંચી છે. હવે ન્યૂઝીલેન્ડની ટીમ ઈન્ડિયા આવી પહોંચી છે, જેના કારણે મેચની તૈયારીઓ વધુ વેગ પકડશે.

અફઘાનિસ્તાન ટીમની તૈયારીઓ
અફઘાનિસ્તાનની ટીમ ઘણા સમય પહેલાથી ઈન્ડિયા આવી ગઈ છે. અફઘાનિસ્તાનની ટીમ નોઈડા આવીને એક મેચ પણ રમી હતી. જેમાં ટીમના તમામ ખેલાડીઓનું પ્રદર્શન શાનદાર જોવા મળી રહ્યું છે. ટીમની કમાન હશમતુલ્લાહ શાહિદીના હાથમાં સોંપવામાં આવી છે. રાશિદ ખાન મેચમાંથી બહાર થઈ ગયો ત્યારે ટીમને મોટો આંચકો લાગ્યો હતો. રાશિદ ખાનને ઈજા થઈ જેના કારણે તે હવે થોડા સમય માટે ક્રિકેટના મેદાનથી દૂર તમને જોવા મળશે.

આ પણ વાંચો: Paralympics 2024: યોગેશ કથુનિયાનો કમાલ, ભારતના નામે સિલ્વર મેડલ

અફઘાનિસ્તાન ટીમઃ રહેમત શાહ, બહિર શાહ મહેબૂબ, ઈકરામ અલીખેલ (વિકેટકીપર), શાહિદુલ્લા કમાલ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), ઈબ્રાહિમ ઝદરાન, રિયાઝ હસન, અબ્દુલ મલિક, ગુલબદ્દીન નાયબ, અફસાર ઝાઝાઈ (વિકેટકીપર), અઝમતુલ્લા ઉમરઝાઈ, ઝિયાઉર રહેમાન અકબર. શમસુર રહેમાન, કૈસ અહેમદ, ઝહીર ખાન, નિજાત મસૂદ, ફરીદ અહેમદ મલિક, નવીદ ઝદરાન, ખલીલ અહેમદ અને યામા આરબ.

ન્યુઝીલેન્ડની ટેસ્ટ ટીમઃ ડેવોન કોનવે, મેટ હેનરી, ટોમ લાથમ (વાઈસ-કેપ્ટન), ડેરીલ મિશેલ, વિલ ઓ’રર્કે, ટિમ સાઉથી (કેપ્ટન), ટોમ બ્લંડેલ (વિકેટમાં), માઈકલ બ્રેસવેલ, એજાઝ પટેલ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવીન્દ્ર , મિશેલ સેન્ટનર, બેન સીયર્સ, કેન વિલિયમસન, વિલ યંગ.