January 6, 2025

ઈલોન મસ્ક ટૂંક સમયમાં X પર ફેરફાર કરવાની તૈયારીમાં!

અમદાવાદ: ઈલોન મસ્ક  તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર ટૂંક સમયમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યો હોવાના એંધાણ મળી રહ્યા છે. એક કોન્ફરન્સ દરમિયાન એલોન મસ્કએ આ વિશે સંકેત આપ્યા હતા.

રીપોસ્ટ કાઉન્ટ
એક ન્યૂઝ એજન્સીમાં આપેલી માહિતી અનુસાર ઈલોન મસ્ક આ કોન્ફરન્સમાં સંકેત આપ્યો હતો કે યુઝર્સ Xના ફીડમાં કોઈપણ પોસ્ટની લાઈક અને રીપોસ્ટ કાઉન્ટ જોઈ શકશે નહીં. આ પહેલા પણ મસ્ક યુઝર્સના અનુભવને બહેતર બનાવવા માટે X પર ઘણી વખત ફેરફાર કરવામાં આવી ગયા છે. ત્યારે હવે એલોન મસ્ક દરેક પોસ્ટની લાઈક અને રીપોસ્ટ કાઉન્ટને દૂર કરવાની યોજના બનાવામાં આવી રહી છે.

X સાથે ચૂકવણી કરી શકશે
ઈલોન મસ્ક માહિતી આપતા કહ્યું કે ટૂંક સમયમાં જ યુઝર્સ X એપ દ્વારા પેમેન્ટ તમે કરી શકો છો. Xને મની ટ્રાન્સફરની સુવિધા માટે લાયસન્સ મળી ગયું છે. થોડા દિવસે પહેલા એ માહિતી પણ સામે આવી હતી જેમાં Gmail સાથે સ્પર્ધામાં Xmail લોન્ચ કરવામાં આવી શકે છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ
મસ્કએ થોડા દિવસો પહેલા એક માહિતી શેર કરી હતી. જેમાં તેણે કહ્યું હતું કે મારો વિચાર તમામ એપ બનાવાનો છે જે અત્યારે સુપર હિટ છે. કહેવામાં આવી રહ્યું છે કે XMail એ xAI પર બનાવામાં આવી શકે છે. જો કે એ વાત પણ સત્ય છે કે બિઝનેસ મસ્ક છે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે નિષ્ણાત માનવામાં આવે છે. હવે લોકોનું જોવાનું રહ્યું છે માર્કેટમાં XMail આવે છે તો લોકો કોના પર ભરોસો કરે છે. અહિંયા એ વાત પણ ભુલવી ના જોઈએ કે Gmailએ લોકોનો ખુબ ભરોસો જીતી લીધો છે.