February 23, 2025

કેશોદના તોરણીયા આશ્રમના વિવાદમાં નવો વળાંક, ગુરૂ-શિષ્ય વચ્ચે થયું સમાધાન

Keshod: કેશોદના તોરણીયા આશ્રમના વિવાદમાં નવો વળાંક આવ્યો છે. જે ગુરૂ શિષ્ય વચ્ચે વિવાદ થયો હતો તેમાં સમાધાન થયુ હોવાનું સામે આવ્યું છે. ગુરૂ શંકરદાસ અને શિષ્ય સિધ્ધરાજ મુનિ અને શિષ્યા શ્રુતિ મુનિ વચ્ચે વિવાદ થયો હતો. નોંધનીય છે કે, આશ્રમમાંથી ચોંકાવનારી ચીજવસ્તુઓ મળી આવી હતી.

મળતી માહિતી અનુસાર તોરણીયા આશ્રમના વિવાદમાં ગુરૂ અને બંને શિષ્યો વચ્ચે વિવાદમાં સમાધાન થયું છે. ગઈકાલે તોરણીયા આશ્રમના મહંત સિધ્ધરાજ મુનિ અને શ્રુતિ મુનિની ગ્રામજનોએ હકાલપટ્ટી કરી હતી. જોકે, આ ઘટનામાં પૂર્વ મહંત રહી ચૂકેલા સાધ્વીની એન્ટ્રી થઈ છે. આશ્રમમાંથી ચોંકાવનારી ચીજવસ્તુઓ મળી આવી હતી. આ સિવાય ફ્રીઝમાંથી બટર ચીઝ મળી આવ્યા હતા. આ સિવાય રૂમમાંથી ગૃહસ્થ જીવનના રંગીન કપડાં સહિત સૌંદર્ય પ્રસાધનો મળી આવ્યા હતા. તેમજ મોંઘા મોબાઈલ પણ મળી આવ્યા હતા. જોકે, સાધ્વી શ્રુતિ મુનિએ આક્ષેપ કર્યો કે ગ્રામજનોએ અમને માર મારી બહાર કાઢી મુક્યા છે. આ સમગ્ર વિવાદમાં ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસજી બાપુની ભૂમિકા સામે આવી છે. ગ્રામજનો દ્વારા સાધ્વી અરૂણા મુનિને હાલ આશ્રમનું સંચાલન સોંપવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, તોરણીયા આશ્રમના પૂર્વ મહંત શંકરદાસના શિષ્યા શ્રુતિમુનિએ પોતાના જ ગુરૂ શંકરદાસે પોતાની સાથે બીભત્સ ચેનચાળા કર્યા હોવાનો આક્ષેપ કર્યો હતો, જ્યારે ગુરૂ શિષ્યા સાથે ચેનચાળા કરતાં હતા ત્યારે ગુરૂભાઈ સિધ્ધરાજમુનિએ તેણીને બચાવ્યા હતા.

 

આ પણ વાંચો: તોરણીયા આશ્રમના ગુરૂ-શિષ્યની લડાઈમાં શિષ્યાએ પણ ઝંપલાવ્યું, બીભત્સ ચેનચાળાના આક્ષેપ કર્યા