November 18, 2024

Instagram યુઝર્સ માટે AI ફીચર્સ, થશે આ અનુભવ

અમદાવાદઃ ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ મોટા ભાગના લોકો આજે કરી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ એ એવી એપ છે સતત અપડેટ લાવતી રહે છે. કંપની ટૂંક સમયમાં લાખો વપરાશકર્તાઓ માટે એક નવું AI ટૂલ લાવી રહી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે AI ટૂલ મેસેજ લખવાનું ટૂલ હશે. તેની મદદથી મેસેજને પહેલા કરતા વધુ આકર્ષક બનાવી શકાય છે. બીજા પણ ઘણા બધા ફાયદાઓ થશે.

નવા ફીચર્સ અને અપડેટ્સ
ઇન્સ્ટાગ્રામ એક લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. વિશ્વભરમાં લાખો લોકો શોર્ટ વિડિયો અને ફોટા શેર કરવા માટે આ એપનો ઉપયોગ કરે છે. છેલ્લા કેટલાક મહિનામાં વિવિધ ટેક કંપનીઓ દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અંગે ઘણા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં, Instagram પણ કેમ બાકી રહે. Instagramએ તેના પ્લેટફોર્મ પર ઘણા AI ટૂલ્સ ઉમેરવાનું કામ પણ શરૂ કર્યું છે. કંપની તેના વપરાશકર્તાઓ માટે એક નવું AI ટૂલ રજૂ કરવા જઈ રહી છે. આ ટૂલ થોડ સમયમાં આવી શકે છે.

પહેલાથી જ હાજર
Meta દ્વારા Meta AI લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારે હવે ઈન્સ્ટાગ્રામ પણ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને લઈને નવા પ્રયોગો કરી રહ્યું છે. લીક્સ થયેલા રિપોર્ટ અનુસાર, આ AI ટૂલ ડાયરેક્ટ મેસેજ એટલે કે DM દ્વારા આ કામ કરશે. કહેવામાં આવી રહ્યું છે કે આ AI ટૂલ યુઝર્સને પહેલાથી લખેલા મેસેજને ફરીથી લખવામાં, તેને સમજાવવામાં અને તેને આકર્ષક બનાવવામાં મદદ કરશે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ AI ટૂલ ઈન્સ્ટાગ્રામ પર પહેલાથી જ હાજર છે. Instagramનું AI અલગ રીતે કન્ટેન્ટ જનરેટ કરી શકે છે. તેની મદદથી, યુઝર્સે ચેટમાં મેસેજ પછી “@Meta AI” લખવાનું રહેશે અને પછી AI તેનો જવાબ આપશે. આગામી AI ટૂલ લાખો Instagram વપરાશકર્તાઓ માટે ખૂબ મદદરૂપ થવાનું છે.