December 27, 2024

WhatsAppમાં નવું સિક્યોરિટી ફીચર, હવે રહો બિન્દાસ

અમદાવાદ: જો તમારી પાસે આઈફોન છે? તેમાં તમે વોટ્સએપનો ઉપયોગ કરો છો? તો તમારા માટે ખુશીના સમાચાર છે. વોટ્સએપે એક નુવું ફીચર લોન્ચ કર્યું છે. જે iOS યુઝર્સ માટે છે. જેના કારણે તમે વોટ્સએપને પહેલા કરતા વધારે સેફ બનાવી શકો છો.

સરળ સગવડ
ટેકનોલોજીના યુગમાં વોટ્સએપ આજે કોમ્યુનિકેશનનું સૌથી મોટું માધ્યમ બની ગયું છે. હાલ તો વોટ્સએપ એવું માધ્યમ બની ગયું છે કે જે તમામ લોકો વપરાશ કરે છે. WhatsApp દ્વારા તેના લાખો યુઝર્સ માટે એક નવું સિક્યોરિટી ફીચર બહાર પાડવામાં આવશે. એક અંદાજ પ્રમાણે 2 અજબ લોકો WhatsAppનો ઉપયોગ કરે છે. ત્યારે લાખો યુઝર્સ માટે એક નવું સિક્યોરિટી ફીચર બહાર પાડવામાં આવ્યું છે.

રોલઆઉટ કરી દીધું
તમને જણાવી દઈએ કે યૂઝર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વોટ્સએપે પોતાના પ્લેટફોર્મમાં સિક્રેટ કોડ, વ્યૂ વન્સ, ગાયબ મેસેજ, ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન જેવા ઘણા મહત્વપૂર્ણ ફીચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફીચર્સની વાત કરવામાં આવે તો તેની ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. iOS યુઝર્સ માટે કંપનીએ આ ફીચરને રોલઆઉટ કરી દીધું છે. વોટ્સએપનું પાસકી ફીચર એકાઉન્ટ વેરિફિકેશન ફીચરમાં તમને જોવા મળશે. આ ફીચરને કારણે તમને સુરક્ષાનું સ્તર વધારે મળશે. આ માહિતી WhatsAppinfo પર આપવામાં આવી છે.

પાસકી સિક્યોરિટી ફીચર
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે પાસકી એક સિક્યોરિટી ફીચર છે, તેની મદદથી તમે વોટ્સએપ લોગીન પ્રોસેસને પહેલા કરતા વધુ સેફ બનાવી શકો છો. અત્યાર સુધીમાં તમારે લોગઈન કરવા માટે 6 ડિજિટનો કોડ ઉપયોગ કરવામાં આવતો હતો. હવે 6 ડિજિટનો કોડ, ફેસ આઈડી, ટચ આઈડી અને પાસકોડની જરૂર પડશે. આ ફીચરના કારણે તમે તમારા મેસેજને વધારે સેફ બનાવી શકો છો. હવે કોઈ પણ મેસજ ઓપન કરવા માટે તમારે કોર્ડની જરૂર પડશે. જેના કારણે હવે તમારા અંગત મેસેજ કોઈ વાંચી નહીં શકે.