June 29, 2024

India vs England સેમિફાઈનલ માટે નવા નિયમો જાહેર

ICC T20 World Cup 2024 Semi Finals Rules: ભારતીય ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ 2024ની સેમીફાઇનલમાં પહોંચી ગઈ છે. આ સાથે એ પણ હવે નક્કી થઈ ગયું કે સેમીફાઇનલમાં તેનો સામનો કંઈ ટીમ સાથે થશે. ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સાથે અને દક્ષિણ આફ્રિકા અફઘાનિસ્તાન સામે ટકરાશે. આ દરમિયાન હવે સેમિફાઇનલને લઈને ICCના નવા નિયમો સામે આવ્યા છે.

રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી
ભારતીય ટીમ 27 જૂને ઈંગ્લેન્ડની સામે મેચ રમશે. જે ભારતીય સમય પ્રમાણે રાત્રે 8 વાગ્યાથી રમાશે. ખાસ વાત તો એ છે કે બંને સેમિફાઇનલ માટે અલગ અલગ નિયમો છે. તમને જણાવી દઈએ કે ICCએ પ્રથમ સેમિફાઇનલ માટે રિઝર્વ ડેની જોગવાઈ કરી છે. જેના કારણે મેચમાં વરસાદ પડશે તો બીજા દિવસે મેચનું આયોજન કરવામાં આવશે. પણ મહત્વની વાત એ છે કે ભારત અને ઈંગ્લેન્ડની મેચ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી.

આ પણ વાંચો: T20 World Cup 2024: સેમિફાઇનલ મેચ પહેલાં અફઘાનિસ્તાનની ટીમને મોટો ફટકો

વધારાની મિનિટ રાખી
ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચેની મેચમાં રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી, આ દરમિયાન ICCએ માહિતી આપી છે કે બંને બંને સેમિફાઇનલ માટે 250 મિનિટનો વધારાનો સમય રાખવામાં આવ્યો છે. તેનો મતલબ એ છે કે જો મેચ દરમિયાન વરસાદ પડશે તો અંદાજે 4 કલાક રાહ જોવી પડશે. મેચ રિઝર્વ ડે પર જશે તો તે દિવસે 190 વધારાની મિનિટ આપવામાં આવશે. બીજી સેમીફાઈનલમાં ભારતની મેચના દિવસે એકસાથે 250 મિનિટની જોગવાઈ કરાઈ છે.