November 18, 2024

અમેરિકાનું ન્યૂ ઓર્લિયન્સ શહેરમાં બે જગ્યાએ ફાયરિંગ, 2ના મોત

New Orleans: અમેરિકાના ન્યૂ ઓર્લિન્સમાં બે જગ્યાએ ફાયરિંગ થયું છે. બંને ઘટનાઓમાં 2 લોકોના મોત થયા છે અને 10 લોકો ઘાયલ થયા છે. આ વિશેની માહિતી પોલીસે આપી હતી, જેમાં જણાવવામાં આવ્યું કે હજુ સુધી કોઈની ધરપકડ કરાઈ નથી. હાલ કેસની તપાસ ચાલી રહી છે.

અધિકારીઓએ માહિતી આપી
અધિકારીઓએ ફાયરિંગની ઘટનાઓ વિશેની માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું કે હજુ સુધી કોઈની ધરપકડ કરાઈ નથી. ન્યૂ ઓર્લિયન્સના સેન્ટ રોચ વિસ્તારમાં બપોરે 3:30 વાગ્યા પછી પોલીસને જાણ કરાઈ હતી. પોલીસને આ બનાવની જાણ થતાની સાથે પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ઘાયલ વ્યક્તિઓને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

આ પણ વાંચો: PM મોદીનું બ્રાઝિલમાં સંસ્કૃત મંત્રોચ્ચાર સાથે કરાયું સ્વાગત

ફાયરિંગની બીજી ઘટનાની માહિતી
પહેલી ફાયરિંગની ઘટના પછી 45 મિનિટ બાદ ફરી ફાયરિંગની બીજી ઘટનાની માહિતી મળી હતી. પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું કે આ ફાયરિંગમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત થઈ ગયું હતું. બીજા વ્યક્તિનું દવાખાનામાં મોત થઈ ગયું હતું. પોલીસે જણાવ્યું કે આ બંનેમાંથી હાલ કોઈ આરોપીની ધરપકડ થઈ નથી. હાલ આ મામલે તપાસ કરવામાં આવી રહી છે તેવી પોલીસ માહિતી આપી છે.