November 19, 2024

એન્ડ્રોઇડ યુઝર્સ માટે WhatsAppમાં આવ્યું આ નવું ફિચર

અમદાવાદ: આજના સમયમાં Whatsappને કરોડો લોકો વપરાશ કરે છે. એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપે એક નવો નેવિગેશન બાર રોલઆઉટ કર્યો છે. હવે તેમાં ચાર નવા વિભાગ ઉમેરવામાં આવ્યા છે.

નવું અપડેટ બહાર
દુનિયાભરમાં અંદાજે 2 બિલિયન એટલે કે 200 કરોડથી વધુ લોકો WhatsAppનો ઉપયોગ કરી રહ્યા છે. જેમાં મેસેજિંગ, વૉઇસ કૉલિંગ, વીડિયો કોલિંગ સહિતની ઘણી સુવિધાઓ આપવામાં આવે છે. ત્યારે આ વચ્ચે WhatsAppમાં ફરી એક નવું અપડેટ સામે આવ્યું છે. જો તમારી પાસે એન્ડ્રોઇડ સ્માર્ટફોન છે તો તમારી માટે આ નવું અપડેટ આવી રહ્યું છે. વપરાશકર્તાઓ માટે એપ્લિકેશનમાં એક નવો નેવિગેશન બાર આપવામાં આવ્યો છે. જેમાં નેવિગેશન બાર iOS જેવો છે.

આ પણ વાંચો: WhatsAppમાં હવે એક મેસેજના ચૂકવવા પડશે 2.3 રૂપિયા!

ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ
અત્યાર સુધી વપરાશકર્તાઓને નેવિગેશન બારમાં માત્ર ત્રણ વિભાગ જ હતા. પરંતુ હવેથી તમને નવીનતમ અપડેટ સાથે નેવિગેશન બારમાં ચાર વિભાગો મળી રહેશે. વોટ્સએપે પોતાની આ માહિતી તેના નવા અપડેટની સાથે જાણકારી આપી હતી. આ અપડેટના કારણે તમને ફાયદો એ થશે કે જો કોઈ વ્યક્તિ સ્ટેટસ મૂકે છે તો તેને નેવિગેશન બારના અપડેટ્સ વિભાગમાં સૂચના મળશે.

દર વધારવામાં આવ્યો
આંતરરાષ્ટ્રીય મેસેજ કરતા પહેલા તેની કિંમત 20 ગણી વધી ગઈ છે. જોકે સામાન્ય લોકોને આ સુવિધા મફતમાં મળશે. પરંતુ જે લોકો વ્યવસાય સાથે જોડાયેલા છે તેમના પર આ દર વધારવામાં આવ્યો છે. આ નવી નીતિ પ્રમાણે તમારે પ્રતિ સંદેશ 2.3 રૂપિયા ચૂકવવાના રહેશે. તમને જણાવી દઈએ કે WhatsApp દ્વારા વેરિફિકેશન સામાન્ય આંતરરાષ્ટ્રીય વેરિફિકેશન OTP કરતા સસ્તું છે. અગાઉ WhatsApp આંતરરાષ્ટ્રીય SMS માટે 0.11 પૈસા પ્રતિ SMS ચાર્જ લેતી હતી. જેમાં હવે વધારો કરવામાં આવ્યો છે. એ ભાવ વધારીને રૂપિયા 2.3 પ્રતિ એસએમએસ વધારી દેવામાં આવ્યા છે.