December 20, 2024

લૂક-સ્ટાઈલમાં ટક્કર આપશે નવી Mahindra XUV 3XO, જાણો ફિચર્સ

અમદાવાદ: મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા આ મહિનાની 29મી તારીખે SUV પ્રેમીઓ માટે એક નવી નક્કોર કાર રજૂ કરી રહી છે, જે સબ-4 મીટર કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં સૌને ચોંકાવી દેશે.હા, અહીં XUV 3XO વિશે વાત કરી રહ્યા છીએ, જે મહિન્દ્રા XUV300 નું ફેસલિફ્ટ મોડલ માનવામાં આવે છે, જેને કંપની ઘણા સેગમેન્ટ ફર્સ્ટ ફીચર્સ તેમજ શાનદાર દેખાવ અને ડિઝાઇન સાથે રજૂ કરવા જઈ રહી છે. મહિન્દ્રાના અત્યાર સુધીના મોડલમાં આ કારને સૌથી બેસ્ટ અને સ્ટાઈલીશ માનવામાં આવે છે. છેલ્લે XUV 700 એક ચોક્કસ વર્ગમાં ફેવરીટ બન્યા બાદ કંપનીએ આ નવી કાર માર્કેટમાં મૂકવા માટે તૈયારીઓ કરી લીધી છે.

બુકિંગ શરૂ
ભારતમાં પણ તેનું બુકિંગ શરૂ થઈ ગયું છે. આવી સ્થિતિમાં, જેઓ ફીચર કોમ્પેક્ટ એસયુવી શોધી રહ્યા છે તેમના માટે XUV3XO એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. ખાસ કરીને ફીચર્સને લઈને આ કાર બીજી કારથી થોડી અલગ પડે છે. કાર લૂકની દ્રષ્ટિએ ઘણી અલગ છે. બોર્ન ઈલેક્ટ્રિક લાઇનઅપની ઝલક દેખાય છે. તેમાં ક્રોમ એક્સેન્ટેડ ફ્રન્ટ ગ્રિલ, નવું હેડલેમ્પ ક્લસ્ટર, સી-આકારની LED હેડલેન્ડ અને ટેલ લેમ્પ્સ, કનેક્ટેડ LED ટેલ લેમ્પ્સ, LED DRLs, શાર્ક ફિન એન્ટેના, ઇન્ટિગ્રેટેડ રૂફ સ્પોઇલર સહિત ઘણી નવી સુવિધાઓ છે, જે તેને તેના સેગમેન્ટમાં તેને શ્રેષ્ઠ બનાવે છે. સ્પોર્ટ્સના દ્રષ્ટિકોણથી આ કાર થોડી અલગ પડે છે. પણ સંપૂર્ણ રીતે ફેમિલી કાર છે.

આ પણ વાંચો: મોબાઈલ બનાવતી કંપનીએ EV બનાવ્યું, 2 સેકન્ડમાં 100 પર સ્પીડ!

આટલા ફિચર્સ તો ખરા જ
Mahindra XUV 3XO માં ઘણા બધા સેગમેન્ટ ફર્સ્ટ ફીચર્સ મળશે, જેમાંથી સેગમેન્ટમાં સૌથી મોટું સનરૂફ ખૂબ જ ખાસ છે. આ કંપની તેને સ્કાયરૂફ નામ આપી રહી છે, જેમાં કારની અંદર બેસીને રાત્રે તારાઓની દુનિયાનો અનુભવ કરી શકો છો. XUV3XO ચામડાની અપહોલ્સ્ટરી, ડેશબોર્ડ, કેબિન ટેમ્પ્રેચર કંટ્રોલ માટે એડ્રેનોક્સ સક્ષમ રીમોટ ક્લાઈમેટ કંટ્રોલ સાથે આવે છે. તેમાં 10.25 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, વેન્ટિલેટેડ સીટ્સ, કનેક્ટેડ કાર ટેક્નોલોજી, વાયરલેસ સ્માર્ટફોન કનેક્ટિવિટી, રિયર એસી વેન્ટ્સ, ડ્યુઅલ ઝોન ક્લાઇમેટ કંટ્રોલ, યુએસબી ટાઇપ સી પોર્ટ, હરમન કાર્ડન મ્યુઝિક સિસ્ટમ, એમ્બિયન્ટ સાઉન્ડ સહિતની ઘણી સુવિધાઓ છે.