ડ્રાઈવર વર્ગ રસ્તા પર ને ટ્રકમાં બ્રેક, ભય એવો કે નવી પોલિસી કરશે એમને “ક્રેક”
દિલ્હી: “જો ઉનપે ગુજરતી હૈ કિસને ઉસે જાના હૈ અપની હી મુસીબત હૈ અપના હી ફસાના હૈ”…ચૂંટણી આવતાની સાથે તમામ નેતાઓ સક્રિય થતા જોવા મળે છે. પરંતુ અહીંયા કોઈને રસ નથી. હા રસ તો છે પરંતુ માત્રને માત્ર ધર્મના નામે રાજનીતિ રમવામાં. વધારે વખત જીત મળવાથી નેતાઓ એ ભાન ભૂલી જાય છે કે કોના કારણે એ રાજ સિંહાસન ઉપર બેઠા છે. વિપક્ષને પણ અનેક મુદ્દાઓ ઉપર વિરોધ કરવો હોય છે, પરંતુ આ વાતમાં તો એમને પણ રસ નથી. સત્તાધારી પક્ષનો જે મુદ્દો હોય ત્યાં જ વિપક્ષને વિરોધ કરવો હોય. તેનું ઉત્તમ ઉદાહરણ હાલ દેશભરમાં જોવા મળી રહ્યું છે.
10 વર્ષની જેલની સજા
દેશભરમાં ટ્રક ચાલકોએ વિરોધ શરૂ કરી દીધો છે. જેનું કારણ છે નવી જોગવાઈમાં વાહન અકસ્માતના કિસ્સામાં અકસ્માત કરનાર ડ્રાઈવર વાહન લઈને ભાગી જાય તો તેને 10 વર્ષની જેલની સજા થઈ શકે છે. આ નિયમ તમામ ડ્રાઇવર પર લાગુ પડવાના કારણે દેશભરમાં આ જોગવાઈનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં પણ મોટા ભાગના જિલ્લામાં આ નિયમનો વિરોધ કરાઈ રહ્યો છે.
#WATCH | Nagpur, Maharashtra: People crowd up fuel pumps to fill up their vehicle tanks fearing a shortage of fuel as truck drivers protest against the hit-and-run law. pic.twitter.com/BA8r5aBYWt
— ANI (@ANI) January 1, 2024
દેશભરમાં ટ્રક ચાલકોનો વિરોધ
નવા કાયદા સામે ટ્રક ડ્રાઈવરનો વિરોધ જોવા મળી રહ્યો છે. 3 દિવસની હળતાલનો આજે બીજો દિવસ છે. ફોજદારી કાયદાઓમાં ફેરફારોને કારણે હિટ-એન્ડ-રન કેસમાં જેલની સજામાં વધારો થયો છે. જેના કારણે દેશભરના ટ્રક ચાલકોમાં વિરોધ શરૂ થયો છે. આ નવા કાયદા હેઠળ, ડ્રાઇવરને ભાગી જવા અને અકસ્માતની જાણ ન કરવા પર 10 વર્ષ સુધીની જેલ થઈ શકે છે અને લાખોનો દંડ પણ થઈ શકે છે.
રદ કરવાની માંગણી
જો ધુમ્મસના કારણે કોઈ અકસ્માત થાય તો વાહનચાલકોને કોઈપણ દોષ વિના 10 વર્ષની જેલની સજા થઈ શકે છે. ડ્રાઈવરોનું કહેવું છે કે જો અમારી પાસે એટલા પૈસા હોત શુ લેવા આ જ કામ કરવા મજબૂર હોત? જે કેસમાં અમારો કોઈ ગુનો પણ ના હોય એમ છતાં અમને આ નિયમો લાગતા સામે વાળા અમને ફસાવી શકે છે. યુપીથી લઈને મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, હરિયાણા, રાજસ્થાન સુધીના ઘણા રાજ્યો સામેલ છે. હરિયાણામાં, ખાનગી બસ ઓપરેટરો 1 જાન્યુઆરીથી હડતાળ પર ઉતર્યા છે. ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી રહી છે. અમદાવાદમાં ગઈ કાલે AMTS ની ઘણી બસો બંધ હતી. રાજકોટ, અમરેલી અને ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં ડ્રાઈવરોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ડ્રાઈવરોના વિરોધના કારણે પરેશાની
કાયદાને લઈ ડ્રાઈવરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ડ્રાઈવરો આ કાળો કાયદો પરત ખેંચવાની માંગ સાથે વિરોધ દર્શાવી રહ્યા છે. આ વિરોધના કારણે દેશના કેટલાક શહેરોમાં ઈંધણની અછત સર્જાઈ છે. મહારાષ્ટ્ર-હિમાચલમાં પેટ્રોલપંપ પર લાંબી કતારો જોવા મળી રહી છે. કેન્દ્ર સરકારના નવા કાયદા સામે ડ્રાઈવરો નારાજ જોવા મળી રહ્યા છે. હડતાળને કારણે રોજિંદી જીવનજરૂરિયાતની સેવાને અસર થઈ રહી છે. પેટ્રોલ-ડીઝલની અછતના કારણે પેટ્રોલ પંપ પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. હજુ પણ આ હડતાળ લાંબી ચાલશે તો શાકભાજી સહિત અન્ય જીવનજરૂરિયાતની વસ્તુઓની અછત વર્તાઇ શકે છે.
ગુજરાતમાં ચક્કાજામ
ગુજરાતમાં પણ ઘણા જિલ્લામાં હડતાળ કરવામાં આવી રહી છે. નવસારી જિલ્લામાં હડતાળ કરવામાં આવી હતી. જેમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ટ્રક ડ્રાઇવરો સાથે બેઠક યોજી હતી. ટ્રક ડ્રાઇવરોને આંદોલનમાં જોડાવા માટે અપીલ કરવામાં આવી હતી. કાયદો રદ કરવા ડ્રાઇવરો સાથે મળી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે.કાયદો રદ ન થાય તો હાઇવે જામ કરી દેવામાં આવશે. સુરતમાં ટ્રક ચાલકોનો વિરોધ કરવામાં આવ્યો છે. સાયણ સુગરના ટ્રક ચાલકોએ સુગર કેમ્પસમાં ટ્રક મૂકી વિરોધ નોંધાવ્યો છે. ટ્રક ચાલકના વિરોધના કારણે ખેતરમાંથી શેરડી લાવવાનું કામ અટવાયું છે. હજુ પણ ગુજરાતમાં આ આંદોલન ઉગ્ર બની શકે છે.
આ પણ વાચો: શૂરવીર તો ઠીક અહીં તો સિંહણની પ્રતિમા, ત્રણ ત્રણ વર્લ્ડ રેકોર્ડ