હાયાબુસા જેવો લૂક આપતી નવી બાઈક, ફર્સ્ટલૂકમાં જ ગમી જશે
Auto News: યુવાનોમાં બાઈક સૌથી વધારે પસંદગીની વસ્તુ છે. ન માત્ર છોકરાઓ માટે પણ હવે તો છોકરીઓ પણ બાઈક રાઈડિંગ કરી રહી છે. એમાં પણ સ્પોર્ટ્સ બાઈક ચલાવીને લોંગ રાઈડથી અલગ માઈલસ્ટોન ઊભા કરી રહી છે. બાઈક લેવાનો વિચાર હોય અને હાયાબુઝા જેટલું બજેટન હોય છતાં એના જેવા લુક્સ અને ફીચર્સ જોઈતા હોય તો હીરો કંપની પોતાના એક નવા મોડેલ સાથે નવી નક્કોર બાઈક માર્કેટમાં લાવી રહી છે. Hero Karizma XMR નવા લૂક અને ફીચર્સ સાથે આવી રહી છે. જેમાં 2100ccનું એન્જિન મસ્ત પીકઅપ આપે છે. 35 kmpl સુધીની માઈલેજ બાઈક આપે છે.
View this post on Instagram
શું છે ખાસ આ બાઈકમાં
આ બાઈક લિક્વિડ-કૂલ્ડ એન્જિન સાથે આવે છે.એન્જિન ખાસ કરીને લાંબા રૂટની સવારી માટે બનાવવામાં આવ્યું છે. આ એન્જિન ઝડપથી ગરમ થતું નથી અને લાંબા અંતરની મુસાફરીમાં બેસ્ટ પર્ફોમન્સ આપે છે. બાઇકમાં આરામદાયક સીટ ડિઝાઇન છે.સ્પોર્ટ્સ લૂક હોવાને કારણે તે બીજી બાઈક કરતા ઘણું અલગ પડે છે. માર્કેટની વાત કરીએ તો આ બાઈકની સીધી ટક્કર (સ્પર્ધા) અપાચે બાઈકના નવા મોડેલ સાથે કરી શકાય છે. જો કિંમત પર નજર કરવામાં આવે તો તેની શરૂઆતી કિંમત રૂ. 1.79 લાખ એક્સ-શોરૂમ છે. તેમાં 11 લીટરની ફ્યુઅલ ટેન્ક છે. બાઇકને એન્ટી-લોકિંગ બ્રેકિંગ સિસ્ટમ સાથે ડિસ્ક બ્રેકની વધારાની સુરક્ષા મળે છે. બાઈકમાં ડબલ બ્રેકિંગ સિસ્ટમથી રાઈડરની સુરક્ષા વધી જાય છે.
View this post on Instagram
આ પણ વાંચો: ગરમીમાં પણ ટનાટન રહેશે બાઈક, ફોલો કરી લો આ મહત્ત્વની ટિપ્સ
એડજસ્ટેબલ વિન્ડસ્ક્રીન વિકલ્પ
આ બાઈકમાં હાઇ પાવર એન્જિન છે, જે હાઈ સ્પીડ માટે 25.15 bhpનો પાવર અને 20.4 Nmનો ટોર્ક જનરેટ કરે છે. Karizma XMRમાં 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન છે. તેમાં એડજસ્ટેબલ વિન્ડસ્ક્રીનનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. આ બાઇકમાં મોબાઇલ ચાર્જિંગ માટે USB પોર્ટ આપવામાં આવ્યો છે. બ્લૂટૂથ કનેક્ટિવિટી અને લાઇટવેઇટ ક્લિપ-ઓન હેન્ડલબાર પણ આપેલા છે. Hero Karizma XMR ની સીટની ઊંચાઈ 810 mm છે. તેમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી, લાઈટવેઇટ ક્લિપ-ઓન હેન્ડલબાર અને ટર્ન-બાય-ટર્ન નેવિગેશન જેવી સુવિધાઓ છે. આ બાઈક LED હેડલાઇટ અને ટેલલાઇટ સાથે છે. માર્કેટમાં આ બાઇકનો મુકાબલો Suzuki Gixxer SF 250 અને Yamaha R15 V4 સાથે છે.