December 23, 2024

દેશમાં 30 જૂનની રાત્રે 12 વાગ્યે અંગ્રેજો દ્વારા બનાવેલા કાયદાનો આવી જશે અંત

New Criminal Law: 30 જૂનની રાતે 12 વાગ્યે દેશમાં અંગ્રેજો દ્વારા બનાવેલા કાયદાનો અંત આવી જશે. 1 જુલાઈથી 3 નવા ફોજદારી કાયદા અમલમાં આવશે. આ 3 નવા કાયદામાં ભારતીય પુરાવા અધિનિયમ (BSA) 2023, ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023, અને ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા (BNSS) 2023 અમલમાં આવશે.

ભાર મૂકવામાં આવ્યો
નવા ફોજદારી કાયદામાં કોર્ટની કાર્યવાહીમાં ટેક્નોલોજીના ઉપયોગ પર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. હાલની જે ક્રાઈમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક અને સિસ્ટમ છે તેમાં એપ્લિકેશનમાં 23 કાર્યાત્મક ફેરફારો કરવામાં આવ્યા છે. જેના કારણે નવી સિસ્ટમમાં પણ કોમ્પ્યુટરથી સરળતાથી એફઆઈઆર નોંધી શકાશે. આ સાથે સીસીટીએનએસને લગતા અન્ય તમામ કામ કરવામાં કોઈ મુશ્કેલી ન પડે.

કરવામાં આવી તૈયારીઓ
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના માર્ગદર્શન હેઠળ વર્ષ 2023ના 25 ડિસેમ્બરના નવા ત્રણ ફોજદારી કાયદાની સૂચના પછી તરત જ, ગૃહ મંત્રાલયે પોલીસકર્મીઓ, ફરિયાદી, આદેશો જારી કર્યા છે. હવે ન્યાયિક અધિકારીઓ સહિત ફોરેન્સિક કર્મચારીઓને જાગૃત કરવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આની સાથે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મદદ કરવા માટે 36 સપોર્ટ ટીમ અને કોલ સેન્ટર પણ બનાવી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Credit Card Rule Change: 1 જુલાઈથી થશે આ બદલાવ

એપ્સ પણ બનાવી
નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટરએ નવા કાયદા હેઠળ નવી એપ્સ બનાવવામાં આવી છે. જેમાં ન્યાયશ્રુતિ, ઇ-સાક્ષી અને ઇ-સમન નામની ત્રણ નવી એપ્લિકેશનો શરૂ કરી દેવામાં આવી છે. આ કાયદાઓના વિવિધ પાસાઓને સમજાવવા માટે 250 સેમિનાર અત્યાર સુધીમાં યોજાય ગયા છે. બ્યુરોના માર્ગદર્શન હેઠળ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ 5,84,174 કર્મચારીઓને તાલીમ આપી છે.