January 19, 2025

ન્યુઝીલેન્ડના બેટ્સમેનો મેદાન છોડીને ગયા, રોહિત શર્મા ગુસ્સે થયો

Ind Vs Nz: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સારું પ્રદર્શન કરી રહ્યા છે. આ વચ્ચે રોહિત શર્મા ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યો હતો. આવો જાણીએ કે રોહિત કેમ ગુસ્સે થયો.

વરસાદના કારણે મુશ્કેલી
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બેંગલુરુમાં પહેલી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જેના પહેલા જ દિવસે વરસાદ આવ્યો હતો અને મેચ કેન્સલ થઈ હતી. આજે એટલે કે મેચના ચોથા દિવસે ટીમ ઈન્ડિયાની ખરી કસોટી જોવા મળી હતી. ચોથા દિવસે પણ વરસાદે મેચમાં વિક્ષેપ પાડ્યો હતો. આજના દિવસે કંઈ એવું બન્યું હતું કે જેના કારણે ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ નિરાશ જોવા મળ્યા હતા. જોકે રોહિત તો ભારે ગુસ્સો કરી રહ્યો હતો.

આ પણ વાંચો: સરફરાઝ ખાનની સદીએ ભારત માટે રચ્યો ઈતિહાસ, દુનિયાની માત્ર ત્રણ ટીમ જ આ કરી શકી

ટીમ ઈન્ડિયા કેમ ગુસ્સામાં દેખાઈ?
ટીમ ઈન્ડિયાએ આ મેચ જીતવા માટે ન્યૂઝીલેન્ડને 107 રનનો ટાર્ગેટ આપ્યો છે. પહેલા જ દાવમાં જસપ્રિત બુમરાહને બોલિંગ કરવા મોકલ્યો હતો. બુમરાહ શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો હતો. જે પછી ન્યુઝીલેન્ડના ખેલાડીઓ અચાનક પેવેલિયન તરફ ચાલ્યા ગયા હતા. આ સમયે તે એવું ઈચ્છતા હતા તેવું જોવા મળ્યું હતું. બુમરાહે 4 બોલ ફેંક્યા હતા. આ પછી અમ્પાયરે તરત જ આ મેચને રોકી દીધી હતી. આ કારણે રોહિત શર્મા ભારે ગુસ્સો કરી રહ્યો હતો. ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ તો મેદાન છોડીને પરત ફરી ગયા હતા એમ છતાં રોહિત અમ્પાયર સાથે વાત કરી રહ્યો હતો. અંતે ભારતીય ટીમે પણ પાછા જવું પડ્યું હતું અને મેચ અટકાવી દેવાઈ હતી.