December 22, 2024

વિવાદ બાદ Netflix નો મોટો નિર્ણય, IC 814 સીરિઝમાં દર્શાવાશે હાઇજેકર્સના રિયલ નામ-કોડ

IC 814 The Kandahar Hijack: Netflix ની વેબ સિરીઝ ‘IC 814: The Kandahar Hijack’ પર તથ્યો સાથે ચેડા કરવાનો અને લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો હતો. ત્યારબાદ, ભારત સરકારે નેટફ્લિક્સ ઈન્ડિયાના કન્ટેન્ટ હેડને સમન્સ પાઠવ્યું હતું. એવામાં, હવે Netflixએ મહત્વનો નિર્ણય લીધો છે કે તેઓ ‘IC 814: The Kandahar Hijack’ માં હાઇજેકર્સના નામ અને કોડ બદલવામાં આવશે.

એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, Netflixના કન્ટેન્ટ હેડ, મોનિકા શેરગીલે જણાવ્યું હતું કે, ‘વર્ષ 1999માં ઈન્ડિયન એરલાઈન્સ ફ્લાઇટ 814ના હાઈજેકની ઘટનાથી અજાણ દર્શકોના લાભ માટે, ઓપનિંગ ડિસ્ક્લેમરને હાઇજેકર્સના વાસ્તવિક નામ અને કોડ નેમ સામેલ કરવા માટે અપડેટ કરવામાં આવ્યું છે’

 

View this post on Instagram

 

A post shared by Netflix India (@netflix_in)

મોનિકા શેરગીલે આપ્યું નિવેદન
Netflixના કન્ટેન્ટ હેડ મોનિકા શેરગીલે એમ પણ જણાવ્યું છે કે ‘સીરિઝમાંના કોડ નેમ્સ વાસ્તવિક ઘટના દરમિયાન ઉપયોગમાં લેવાતા નામોને દર્શાવે છે. ભારતમાં સ્ટોરી ટેલિંગની એક સમૃદ્ધ સંસ્કૃતિ છે અને અમે આ વાર્તાઓ અને તેમની અધિકૃત રજૂઆતને દર્શાવવા માટે પ્રતિબદ્ધ છીએ.

પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહી સ્ટાર કાસ્ટ
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, ‘IC 814: The Kandahar Hijack’ના ડિરેક્ટર અનુભવ સિંહા સાથે શોના નિર્માતાઓ પણ સ્ટેજ પર હાજર રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન સીરિઝના કલાકારો પંકજ કપૂર, દિયા મિર્ઝા, નસરુદ્દીન શાહ, કુમુદ મિશ્રા, વિજય વર્મા, પત્રલેખા, મનોજ પાહવા અને પૂજા ગૌર પણ આ દરમિયાન હાજર રહ્યા હતા.

આ પણ વાંચો: બ્રુનેઈ પહોંચ્યા PM મોદી, ક્રાઉન પ્રિન્સ હાજી અલ-મુહતાદીએ કર્યું સ્વાગત

શું છે સમગ્ર મામલો?
જણાવી દઈએ કે ‘IC 814: The Kandahar Hijack’ નેટફ્લિક્સ પર 29 ઓગસ્ટે રિલીઝ કરવામાં આવી હતી. સિરીઝ રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકોએ મેકર્સ પર તથ્યો સાથે ચેડા કરવાનો આરોપ લગાવવાનું શરૂ કર્યું. સીરિઝમાં હાઇજેકર્સના નામ “શંકર” અને “ભોલા” દર્શાવવામાં આવ્યા હતા, એવામાં કેટલાંક દર્શકોએ તેમના પર આતંકવાદીઓની સાચી ઓળખ છુપાવવાનો અને ઇસ્લામિક ઉગ્રવાદી જૂથો સાથેના તેમના કનેક્શન ન દર્શાવવાનો આરોપ મૂક્યો. ત્યારબાદ, #BoycottNetflix અને #Bollywood જેવા હેશટેગ્સ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યા હતા.