‘નેતન્યાહુને ફાંસીની સજા મળવી જોઈએ’… ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેનીની મોટી માંગ
IRAN: ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીએ સોમવારે આઈઆરજીસીની બાસીજ ફોર્સને સંબોધિત કરી હતી. પોતાના સંબોધનમાં તેમણે ગાઝા અને લેબનોનમાં ચાલી રહેલા ઈઝરાયલ હુમલાનો ઉલ્લેખ કરતા નેતન્યાહુ પર મોટો હુમલો કર્યો હતો.
બેન્જામિન નેતન્યાહુ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય અપરાધિક અદાલત દ્વારા જારી કરાયેલ ધરપકડ વોરંટનો ઉલ્લેખ કરતા ખામેનીએ તેને અપૂરતું ગણાવ્યું અને કહ્યું કે ગાઝા અને લેબેનોનમાં આચરવામાં આવેલા યુદ્ધ અપરાધો માટે નેતન્યાહુને મૃત્યુદંડ મળવો જોઈએ.
ધરપકડ વોરંટ પૂરતું નથી – ખામેની
સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનીના સ્વાસ્થ્યને લઈને છેલ્લા કેટલાક અઠવાડિયાથી ઘણી અટકળો ચાલી રહી હતી, પરંતુ સોમવારે તેહરાનમાં આયોજિત ‘બસિજ સપ્તાહ’ દરમિયાન તેમણે દેશભરના બાસીજ ફોર્સના સભ્યોને મળ્યા અને સંબોધન કર્યું. તેમણે કહ્યું કે યહૂદી પ્રશાસને ગાઝા અને લેબનોનમાં જે કર્યું છે તે તેમની જીત નથી પરંતુ યુદ્ધ અપરાધ છે. તેમણે કહ્યું કે ઈઝરાયલના વડાપ્રધાન માટે ધરપકડ વોરંટ પૂરતું નથી. તેમણે કહ્યું કે ભવિષ્યમાં પ્રતિકાર શક્તિને વધુ વિસ્તૃત કરવામાં આવશે.
આ પણ વાંચો: મેડાગાસ્કર કિનારે બોટ અકસ્માતમાં 24ના મોત, 46ને બચાવી લેવાયા