December 21, 2024

વહેલી સવારે નેપાળની ધરતી ધ્રૂજી, લોકોમાં ગભરાટ

Earthquake Nepal: નેપાળમાં આજે વહેલી સવારના ભૂકંપ આવ્યો હતો. વહેલી સવારે ભૂકંપ આવવાના કારણે લોકોમાં ગભરાટ જોવા મળ્યો હતો. લોકો ઘરની બહાર આવી ગયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.8 માપવામાં આવી છે. ભૂકંપના કારણે જાનમાલને કોઈ નુકસાન થયું નથી. જોકે લોકોમાં ડર ખૂબ હતો. કારણ કે વહેલી સવારમાં લોકો ઊંઘમાં હતા ત્યારે ભૂકંપ આવ્યો હતો.

ભૂકંપથી લોકોમાં ગભરાટ
વહેલી સવારે ભૂકંપ આવવાના કારણે લોકો ઘરની બહાર નિકળી ગયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.8 માપવામાં આવી છે. સવારે અંદાજે 3.59 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. જોકે કોઈ નુકસાનના કોઈ અહેવાલ નથી. ગયા વર્ષ નવેમ્બર મહિનામાં 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં 50 થી વધુ લોકોના મોત થયા હતા.