November 24, 2024

નેપાળમાં વિમાની દુર્ઘટનામાં 18ના મોત, કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટેક ઓફ સમયે ધડાકો

Nepal Plane Crash: નેપાળમાં ફરી એકવાર પ્લેન દુર્ઘટના સર્જાઈ છે અને અત્યાર સુધી મળેલા અહેવાલો અનુસાર રાજધાની કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ટેકઓફ દરમિયાન સૌરી એરલાઈન્સનું એક વિમાન ક્રેશ થયું છે.

ટીઆઈએના પ્રવક્તા પ્રેમનાથ ઠાકુરે જણાવ્યું છે કે પોખરા જઈ રહેલા વિમાનમાં એરક્રુ સહિત 19 લોકો સવાર હતા. આ પ્લેન સવારે લગભગ 11 વાગ્યે ક્રેશ થયું હતું. પોલીસ અને અગ્નિશામક દળના જવાનો દુર્ઘટના સ્થળે બચાવ કામગીરી કરી રહ્યા છે.

દુર્ઘટના બાદ સામે આવી રહેલી તસવીરોમાં પ્લેન આગની જ્વાળાઓમાં ઘેરાયેલું જોઈ શકાય છે.રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. એવી આશંકા છે કે વિમાનમાં સવાર તમામ 19 લોકોના બચવાની સંભાવના ઘણી ઓછી છે. આ વિમાન કાઠમંડુથી પોખરા જઈ રહ્યું હતું.

કાઠમંડુ પોસ્ટના જણાવ્યા અનુસાર પ્રાથમિક માહિતી અનુસાર અકસ્માત સ્થળ પરથી પાંચ મૃતદેહ મળી આવ્યા છે. TIAના પ્રવક્તા સુભાષ ઝાએ કહ્યું છે કે અકસ્માતમાં ઘાયલ કેપ્ટન એમઆર શાક્યને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. એરપોર્ટ પર ગાઢ ધુમાડો જોવા મળી રહ્યો છે. પોલીસ અને અગ્નિશામક દળના જવાનો અકસ્માત સ્થળે બચાવ કામગીરી કરી રહ્યા છે.