July 1, 2024

Nepal સરકારે 11 દેશોમાંથી પોતાના રાજદૂતોને પાછા બોલાવ્યા

Nepal News: નેપાળ સરકારે 11 દેશોમાંથી પોતાના રાજદૂતોને પાછા બોલાવ્યા હોવાની વિગતો મળી રહી છે. જેમાં ભારત અને અમેરિકા જેવા દેશોનો પણ સમાવેશ થાય છે. તેમાં ‘નેપાળી કોંગ્રેસ’ ક્વોટા હેઠળ ભારત અને અમેરિકામાં પોસ્ટ કરાયેલા રાજદૂતોનો પણ સમાવેશ થાય છે.

ત્રણ મહિના બાદ આ નિર્ણય
નેપાળ સરકારે 11 દેશોમાંથી પોતાના રાજદૂતોને પાછા બોલાવી લીધા છે. નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ દ્વારા પાર્ટી સાથે ગઠબંધન તોડીને કેપી શર્મા ઓલી સાથે હાથ મિલાવ્યાના ત્રણ મહિના બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. કાઠમંડુ અખબારના જણાવ્યા પ્રમાણે નેપાળ સરકારે ગુરુવારે રાજદૂતોને પાછા બોલાવી દીધો હતો. નેપાળ સરકારે આ પગલું નેપાળના વડાપ્રધાન પ્રચંડની રવિવારે ભારતની સંભવિત મુલાકાત પહેલા લીધું હતું. આ રાજદૂતો નેપાળી કોંગ્રેસ હેઠળ તૈનાત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: શ્રીલંકામાં ભારે વરસાદથી વિનાશ, 10ના મોત 6 લોકો ગુમ

નિર્ણયનો વિરોધ થયો
ત્યાંના સ્થાનિક અખબારના જણાવ્યા અનુસાર નેપાળે ભારતમાંથી પોતાના રાજદૂત શંકર શર્માને પરત બોલાવ્યા છે. આ નિર્ણય રાજદૂતોને પાછા બોલાવવાના પ્રસ્તાવનો વિરોધ કરી રહ્યા હતા. નેપાળી કોંગ્રેસ અને અન્ય પક્ષોના ક્વોટામાંથી નિયુક્ત રાજદૂતોને પાછા બોલાવવાના પ્રસ્તાવનો વિરોધ કરી રહ્યા હતા. CPN-UML પ્રમુખ ઓલીએ રાજદૂતોને પાછા બોલાવવાનું સમર્થન કર્યું હતું. વિદેશ મંત્રીએ દહલ અને ઓલી બંનેને વિનંતી  પણ કરી છે.  તમામ 11 રાજદૂતોને પાછા બોલાવે નહીં કારણ કે તેમાંથી કેટલાક ખૂબ જ સારું કામ કરી રહ્યા છે.