December 23, 2024

ડુંગર વિસ્તારમાં પાણી બચાવવા માટેનું ઉત્તમ કામ કરે છે નીતા બેન પટેલ

શેખર ખેરનાર, ડાંગ: ઉનાળાની શરૂઆત થતા જ દક્ષિણ ગુજરાતમાં પાણીની તંગી જોવા મળતી હોય છે, ત્યારે પાણી બચાવવું ખુબ જ જરૂરી બન્યું છે. એવામાં નવસારીના ચીખલી તાલુકાની એક મહિલા ડાંગ જેવા અંતરિયાળ ગામોમા ફરીને લોકોને પાણી બચાવવાની સમજણ આપી રહી છે.

ડાંગ જિલ્લો એક આદિવાસી જિલ્લો છે. અહીં ચોમાસામાં વરસાદ પણ સારો એવો પડતો હોય છે, પરંતુ ડુંગરાળ વિસ્તાર હોવાના કારણે નદી નાળામાં પાણી રહેતું નથી અને પાણી વહી જતા ઉનાળામાં મોટા ભાગેના ગામોમાં પાણીની તંગી મોટા પ્રમાણમાં વર્તાતી હોય છે. આવા સમયમાં પાણી બચાવવું ખુબ જરૂરી થઇ ચૂક્યું છે. ત્યારે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના મોગરાવાડી ગામ રહેતી એક નીતા પટેલ નામની મહિલાએ પાણી બચાવ અને લોકોને પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવાની મુહિમ ઉપાડી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં રસ્તા વચ્ચે લોકોને રોકી લૂંટ કરતી નકલી પોલીસ ઝડપાઇ

આ મહિલા બાઈક પર ડાંગના પહાડો ખુંદીને પાણી બચાવવા માટે મહિલાઓને એકત્ર કરી તેમજ ખેડૂતોને સમજણ આપતી હોય છે. આ સાથે જ પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે પણ બનતા પ્રયાસો કરતી હોય છે. ત્યારે દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડતું હોવાથી મજૂરીએ જતા લોકોનો ટાઈમ પણ વેડફાઈ જતો હતો. જોકે નીતા પટેલની પહેલથી ડાંગના લોકો પાણીનો સંગ્રહ કરતા થયા છે અને પાણી મેળવતા થયા છે.

નીતાબેન પટેલે નાનપણમાં પાણી માટે કરેલો સંઘર્ષ જ તેમને આ પાણી બચાવવાની મુહિમ માટે પ્રેરણારૂપ બન્યો છે તેઓ છેલ્લા 20 વર્ષથી નીતાબેન પટેલ આ રીતે સેવા કરે છે. નીતા પટેલ એ આ મુહિમ થકી એક બે નહી પરંતુ ડાંગ જિલ્લાના 214 જેટલા ગામોમાં સમજણ પુરી પાડી લોકોને પાણી બચાવ માટે જાગૃત કર્યા છે. લોકોને ઘર આંગણે પાણી મેળવતા કર્યા છે, ત્યારે પાણી માટેની તેમની આ મુહિમ બિરદાવવા લાયક છે.