September 19, 2024

નીરજ ચોપરાનો ‘જબરો ફેન’, નીરજ લાવશે ગોલ્ડ મેડલ તો આખી દુનિયાને ફ્રી વિઝા આપશે

Paris Olympics 2024: ગોલ્ડન બોય નીરજ ચોપરાની તમામ ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નીરજ ચોપરા 6 ઓગસ્ટે પેરિસ ઓલિમ્પિકમાં રમશે. કરોડો ભારતીય ચાહકો નીરજ ચોપરા પાસેથી મેડલની આશા રાખી રહ્યા છે. નીરજના ચાહકોની સંખ્યા પર કરોડોમાં છે. કરોડો ભારતીય ચાહકો નીરજ ચોપરા પાસેથી મેડલની આશા રાખી રહ્યા છે. આ દરમિયાન નીરજ ચોપરાના એક ફેને આવી જાહેરાત કરી છે, જેને જાણીને તમે પણ દંગ રહી જશો. આવો જાણીએ શું કરી એવી જાહેરાત અને કોણ છે આ જબરો ફેન.

કોણે કરી જાહેરાત અને શું કરી?
ભારતીય મૂળની વિઝા સ્ટાર્ટઅપ કંપનીના CEOએ વચન આપ્યું છે કે જો નીરજ ચોપરા પેરિસ ઓલિમ્પિક્સ-2024માં ગોલ્ડ મેડલ જીતશે તો તે દરેકને ફ્રી વિઝા આપશે. આ કંપનીનું નામ છે એટલાસ છે. તેના સીઈઓ મોહક નાહટા છે. LinkedIn પર મોહક નાહટાએ પોસ્ટ કરીને આ વાતની જાહેરાત કરી છે. હવે આ પોસ્ટ પણ ખુબ જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. લોકો અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે.

આ પણ વાંચો: Lakshya Sen: સેનનું આગામી ‘લક્ષ્ય’ ઓલિમ્પિક સેમિફાઇનલ

શું પોસ્ટ કર્યું
નાહટાએ LinkedIn પર પોસ્ટ કરી છે. જેમાં તેણે લખ્યું કે જો નીરજ ચોપરા પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતશે તો હું વ્યક્તિગત રીતે દરેકને ફ્રી વિઝા મોકલીશ.’ આ પછી, તેણે આગળની પોસ્ટમાં વધુ સ્પષ્ટતા કરી કે આ ભારત અથવા ફ્રાન્સ માટે નથી પરંતુ તમામ દેશો માટે છે. આ માટે અરજદારે કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની રહેશે નહીં. આ માત્ર એક દિવસ માટે હશે જ્યારે તેઓ ફ્રી વિઝા આપશે. આ માટે કોઈ ફી ચૂકવવાની જરૂર રહેશે નહીં. તેનો સંપૂર્ણ ખર્ચ અમે ઉઠાવીશું.