November 25, 2024

નિરજ ચોપરાએ લીધો મોટો નિર્ણય, ત્રણ વખતના ઓલિમ્પિક ચેમ્પિયનને બનાવ્યો કોચ

Neeraj Chopra: ભારતના સ્ટાર જેવલિન થ્રો એથ્લેટ નિરજ ચોપરાએ આગામી સિઝન પહેલા એક મોટો નિર્ણય લીધો છે. જેમાં તેણે ત્રણ વખતના ઓલિમ્પિક ચેમ્પિયન ચેક રિપબ્લિકના જાન ઝેલેઝનીને પોતાના નવા કોચ તરીકે નિયુક્ત કર્યા છે.

ટાઈટલ જીતવામાં સફળ
આ વર્ષે ફ્રાન્સની રાજધાની પેરિસમાં રમાયેલી ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર નિરજ ચોપરાએ એક મોટો નિર્ણય લીધો છે. નિરજે પોતાના નવા કોચ તરીકે રિપબ્લિકના જાન ઝેલેઝનીની પસંદગી કરી છે. તમને જણાવી દઈએ કે તેણે ઝેલેઝની ત્રણ વખત ઓલિમ્પિકમાં મેડલ જીતવામાં સફળ રહ્યો છે. જેમાં તેણે 98.48 મીટરના અંતરે બરછી ફેંકવાનો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો છે.

આ પણ વાંચો:India vs South-Africa સિરીઝ પહેલા ભારતીય ટીમને મોટો ફટકો, આ ખેલાડી ઈજાગ્રસ્ત

કામ કરવા માટે ખૂબ ઉત્સુક છું
જોન ઝેલેઝનીને પોતાના કોચ તરીકે નિયુક્ત કર્યા બાદ નિરજ ચોપરાએ નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું કે હું શરૂઆતથી તેમનો ચાહક છું. મે તેમના ઘણા વીડિયો જોયા છે. તેમની પાસે ધણો અનુભવ છે. બીજી બાજૂ ઝીલેઝનીએ પણ નિરજને લઈને નિવેદન આપ્યું હતું. જેમાં તેણે કહ્યું કે મેં ઘણા વર્ષો પહેલા કહેલું હતું કે નિરજ મહાન ખેલાડી બનવાના તમામ ગુણો છે