September 19, 2024

1 સેન્ટિમીટરના કારણે નિરજ ચોપરાને 15 લાખ રૂપિયાનું નુકસાન કેમ થયું?

Neeraj Chopra Diamond League 2024: આ વખતે નિરજ ચોપરાને ડાયમંડ લીગમાં લગભગ 15 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. હવે તમને સવાલ થતો હશે કે માત્ર 1 સેન્ટિમીટરના કારણે 15 લાખ રૂપિયાનું નુકસાન?

નિરજ ચોપરા બ્રડાયમંડ લીગના ફાઇનલમાં બીજા સ્થાને રહ્યો હતો. જોકે નિરજ ભાલા ફેંકનો રાજા છે. આમ છતા તેનું સ્થાન બીજા પર રહ્યું હતું. આ વખતે તેને ગ્રેનાડાના એન્ડરસન પીટર્સે હરાવ્યો હતો. આ વખતે નિરજને ડાયમંડ લીગમાં લગભગ 15 લાખ રૂપિયાનું નુકસાન થયું છે.

નિરજ ચોપરા માત્ર 1 સેન્ટિમીટરથી ચૂકી ગયો હતો. જેના કારણે તે બીજા સ્થાને રહ્યો હતો. નિરજને 12000 ડોલર એટલે કે લગભગ 10 લાખ રૂપિયા ઈનામી રકમ તરીકે મળ્યા છે. જો તે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરત તો તેને 25.16 લાખ રૂપિયા ઈનામી રકમ મળત. આ રકમ ગ્રેનાડાના એન્ડરસન પીટર્સેની મળી છે. જો નિરજ ચેમ્પિયન બન્યો હોત તો તેને પ્રાઈઝ મની તરીકે 25.16 લાખ રૂપિયા મળ્યા હોત. પરંતુ આવું ન થયું. જેના કારણે નિરજને 15 લાખનું નુકશાન થયું હતું.

ડાયમંડ લીગ 2024ની ફાઇનલમાં તમામ ખેલાડીઓના શ્રેષ્ઠ થ્રો:

એન્ડરસન પીટર્સ (ગ્રેનાડા) – 87.87 મીટર
નિરજ ચોપરા (ભારત) – 87.86 મીટર
જુલિયન વેબર (જર્મની) – 85.97 મીટર
એન્ડ્રિયન માર્ડારે (મોલ્ડોવા) – 82.79 મીટર
ગેન્કી ડીન રોડરિક (જાપાન) – 80.37 મીટર
આર્ટુરિન ફેલ (80.37 મીટર
હર્મન (જર્મની) – 76.46 મી

પેરિસ ઓલિમ્પિક બાદ નિરજે તૈયારીઓ શરૂ કરી દીધી હતી. પરંતુ તે ડાયમંડ લીગમાં ટોચ પર રહી શક્યો નહીં. જે ખેલાડી પેરિસ ઓલિમ્પિકમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું તે ખેલાડીનું અહિંયા પ્રથમ સ્થાન રહ્યું છે.