December 23, 2024

Paris Olympics 2024ના 11મા દિવસે નીરજ ચોપરા એક્શનમાં જોવા મળશે

India Schedule In Paris Olympics 2024 On 6th August: પેરિસ ઓલિમ્પિક 2024ના 10 દિવસ પુરા થઈ ગયો છે. અત્યાર સુધીમાં ભારતના ખાતામાં અત્યારે સુધીમાં માત્ર 3 જ મેડલ જીતી શક્યું છે. જે શૂટિંગ ઇવેન્ટ્સમાં જ પ્રાપ્ત થયા છે. તમામ ભારતીયોને આશા હતી કે લક્ષ્ય સેન મેડલ લાવશે. પરંતુ તેને પણ હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. 11માં દિવસે જ્યારે બધાની નજર ટેબલ ટેનિસ ટીમ ઈવેન્ટમાં અને નીરજ ચોપરા પર જોવા મળશે. ભારતીય હોકી ટીમ સેમિફાઈનલ મેચમાં જર્મનીની ટીમ સામે ટકરાશે. જો ટીમ ઈન્ડિયા આ મેચ જીતશે તો વર્ષ 1980 બાદ તે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલની મેચ રમશે. આવો જાણીએ આજના દિવસનું શેડ્યુલ.

પેરિસ ઓલિમ્પિક્સ 2024 માટે 11મા દિવસનું ભારતનું શેડ્યૂલ

એથ્લેટિક્સમાં જેવલિન થ્રો ક્વોલિફિકેશન ઇવેન્ટ રાઉન્ડ 1, ગ્રુપ A – કિશોર જેના – 1:50 PM

એથ્લેટિક્સમાં જેવલિન થ્રો ક્વોલિફિકેશન ઇવેન્ટ રાઉન્ડ 1, ગ્રુપ બી – નીરજ ચોપરા – 3:20 pm

એથ્લેટિક્સમાં મહિલાઓની 400 મીટર રેપેચેજ – કિરણ પહલ – 2:50 pm

ટેબલ ટેનિસ મેન્સ ટીમ ઈવેન્ટ રાઉન્ડ ઓફ 16 – ભારત VS ચીન – 1:30 PM

ટેબલ ટેનિસમાં મહિલા ટીમ ઈવેન્ટની ક્વાર્ટર ફાઈનલ મેચ – ભારત વિ યુએસ અથવા જર્મની – 6:30 PM

મહિલા કુસ્તી 50 કિગ્રા વર્ગ – વિનેશ ફોગાટ – ભારતીય સમય મુજબ બપોરે 3 વાગ્યે

મેન્સ હોકી સેમિફાઇનલ મેચ – ભારત VS જર્મની – 10:30 PM

આ પણ વાંચો: IND vs SL: શું બીજી ODIમાં વરસાદ પડશે? જાણો કેવી હશે આ મેચની પિચ