Paris Olympics: મોદીએ નીરજ ચોપરાને કહ્યુ – હેલો ભાઈ, ચુરમું હજુ આવ્યું નથી…

Neeraj Chopra: સંસદની કાર્યવાહી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓલિમ્પિક ટીમમાં સામેલ ખેલાડીઓને મળ્યા હતા. તમામ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી. આ સમયે નીરજ ચોપરા સાથે ખુલીને મોદીને વાત કરી હતી. મોદીએ નીરજની સાથે વાત કરતા એક ફરિયાદ કરી હતી. જેમાં તેમણે કહ્યું કે તેમનું ચુરમું હજુ આવ્યું નથી. આ બાદ નિરજે પણ મોદીજીને વચન આપ્યું હતું કે તે જલ્દી જ પેરિસ ઓલિમ્પિકમાંથી પરત ફરીને તેમને ખવડાવશે. આના જવાબમાં મોદીએ કટાક્ષ કર્યો હતો અને કહ્યું કે ભોજન તો માતાના હાથનું જ ખાવું જોઈએ.

ખેલાડીઓને આપે છે પ્રોત્સાહન
ભારતીય ખેલાડીઓની ટુકડી સાથે મનસુખ માંડવિયા, રમતગમત રાજ્ય મંત્રી રક્ષા ખડસે અને ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ પીટી ઉષા પણ હતા. મોદીએ બોક્સર નિખાત ઝરીન, નીરજ ચોપરા અને બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ સાથે પણ વર્ચ્યુઅલ વાતચીત કરી હતી.પીએમ મોદીએ દેશમાં રમતગમત અને ખેલાડીઓની સ્થિતિ સુધારવા માટે ઘણા પ્રયાસો કર્યા છે અને હજૂ પણ કરી રહ્યા છે. ખેલો ઈન્ડિયા જેવી ઈવેન્ટ્સ લોન્ચ કરવા ઉપરાંત પીએમ મોદી મોટા પ્રસંગો પહેલા તમામ ખેલાડીઓ સાથે વાત કરે છે. વર્ષ 2023ની વાત કરવામાં આવે તો T20 વર્લ્ડ કપ ફાઇનલમાં ટીમ ઇન્ડિયાની હાર બાદ તે ડ્રેસિંગ રૂમમાં પહોંચીને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. મોદીએ ખેલાડીઓને સાંત્વના આપી હતી. આ વખતે પણ 2024 પેરિસ ઓલિમ્પિકમાં પણ ભારતીય ખેલાડીઓ શ્રેષ્ઠ પ્રદર્શન કરે તેવી અપેક્ષા છે. તેની સાથે ભારત સરકાર 2036 ઓલિમ્પિકની યજમાની માટે પણ સતત પ્રયાસો કરતી જોવા મળી રહી છે.

આ પણ વાંચો: T20 World Cup: હવે ક્યારે મેદાન પર જોવા મળશે રોહિત-કોહલીની જોડી?

પેરિસમાં કરાશે આયોજન
ઓલિમ્પિક આ વર્ષની સૌથી મોટી ઈવેન્ટ છે. તે 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી ફ્રાન્સની રાજધાની પેરિસમાં આયોજન થશે. ભારત પેરિસ ઓલિમ્પિકમાં લગભગ 120 ખેલાડીઓની ટીમ મોકલી રહ્યું છે. આ વખતે ભારતની નજર બને તેટલા મેડલ જીતવા પર છે. મોદીજી ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓને મળ્યા હતા અને તેમની સાથે વાત કરી હતી.