નિરજ ચોપરાએ ત્રિરંગો લહેરાવ્યો, શાનદાર રીતે ગોલ્ડ મેડલ જીત્યો

Neeraj Chopra: નિરજ ચોપરાની ગણતરી ભારતના બેસ્ટ ભાલાબાજ ખેલાડીઓમાં થાય છે. એવું કહીએ તો પણ ખોટું નથી કે નિરજ ચોપરાને કારણે ભાલા ભારતના દરેક ઘરમાં લોકપ્રિય બન્યું છે. નિરજે દક્ષિણ આફ્રિકાના પોટચેફસ્ટ્રોમમાં પોટ ઇન્વિટેશનલ ટ્રેક ટુર્નામેન્ટ જીતીને પોતાના સત્રની શાનદાર શરૂઆત કરી હતી. ડાયમંડ લીગ ટુર્નામેન્ટ માટે તેનો આત્મવિશ્વાસ વધારે વધશે.
આ પણ વાંચો: આજે MI અને SRH વચ્ચે મુકાબલો, જાણો હેડ ટૂ હેડ રેકોર્ડ્સ અને પિચ રિપોર્ટ
નિરજ ચોપરાએ ટોચનું સ્થાન મેળવ્યું
નિરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ કોન્ટિનેન્ટલ ટૂર ચેલેન્જર ટુર્નામેન્ટમાં છ સભ્યોની સ્પર્ધામાં 84.52 મીટરના અંતર સુધી ભાલા ફેંકીને ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ભારતીય સ્ટાર ચોપરા દક્ષિણ આફ્રિકાના 25 વર્ષીય ડુવે સ્મિટથી આગળ રહ્યો હતો. જેમણે 82.44 મીટરનો બેસ્ટ થ્રો કર્યો હતો. જોકે, તેનું પ્રદર્શન તેના 89.94 મીટરના વ્યક્તિગત બેસ્ટ કરતાં ઓછું હતું, જ્યારે સ્મિત તેના 83.29 મીટરના વ્યક્તિગત બેસ્ટની નજીક પહોંચી ગયો હતો.