January 23, 2025

નિરજ ચોપડા ભારત કેમ પરત ફર્યો નથી?

Neeraj Chopra: ભારતનો સ્ટાર જેવલિન થ્રોઅર નિરજ ચોપરા આ વખતે પેરિસ ઓલિમ્પિકમાં માત્ર સિલ્વર મેડલ જીતી શક્યો હતો. નિરજ પાસે તમામ ભારતીયનો ગોલ્ડ મેડલની ઘણી આશા હતી. પરંતુ આ આશા નિરાશામાં ફેરવાઈ ગઈ હતી. તેણે 89.45 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. આ વચ્ચે નિરજ ચોપડાને લઈને એક મહત્વના અહેવાલો મળી રહ્યા છે. તે ભારત ફર્યો નથી અને એક મહિના સુધી ભારત આવશે નહીં જાણો તેની પાછળનું કારણ શું છે.

નિરજે લીધો મોટો નિર્ણય
નિરજ ચોપરા પેરિસ ઓલિમ્પિક 2024માં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરવામાં અસફળતા મળી હતી. પાકિસ્તાનના અરશદ નદીમે 92.97 મીટરના રેકોર્ડ થ્રો ફેંકીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. જ્યારે નિરજના હાથમાં સિલ્વર મેડલ મળ્યો હતો. આ મેચ બાદ એક મીડિયા સાથેની વાતમાં નિરજે કહ્યું કે મને ઈજા છે જેના કારણે હું ગોલ્ડ મેડલ ચૂકી ગયો છું, હવે સર્જરીની જરૂર પડી શકે છે. આવી સ્થિતિમાં ઓલિમ્પિક સમાપ્ત થતાની સાથે જ નિરજે મોટો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો: દુલીપ ટ્રોફી ક્યારે શરૂ થશે?

નિરજ થયો રવાના
પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતીને નિરજ ચોપરા જર્મની જવા રવાના થઈ ગયો છે. એક માહિતી પ્રમાણે આગામી સ્પર્ધાઓ માટે તેને ભાગ લેવો કે નહીં તે માટે જર્મની ગયો છે. મેચ બાદ મીડિયા સાથે વાત કરતા તેણે ખુલાસો કર્યો હતો કે તે જલ્દી ડોક્ટર પાસે જશે કારણ કે તેને સર્જરીની જરૂર પડી શકે છે. આવી સ્થિતિમાં તેણે મેદાનથી દૂર રહેવું પડશે. તે થોડા સમય માટે કોઈપણ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ શકશે નહીં. એક મહિના સુધી તે ભારત આવશે નહીં.