November 26, 2024

નીરજ ચોપરા પાસેથી ગોલ્ડ અને હોકી ટીમ પાસેથી બ્રોન્ઝની અપેક્ષા, પેરિસ ઓલિમ્પિકનું શેડ્યુલ

India Schedule In Paris Olympics 2024 On 8th August: ફ્રાન્સની રાજધાની પેરિસમાં ચાલી રહેલી ઓલિમ્પિક ગેમ્સમાં 12 દિવસ પૂરા થઈ ગયા છે. ભારતે અત્યાર સુધીમાં માત્ર 3 મેડલ જ જીત્યા છે. એ પણ વિવિધ શૂટિંગ ઇવેન્ટમાં સફળતા મળી છે. 12માં દિવસે તમામ ભારતીયોને આશા હતી કે વિનેશ ગોલ્ડ મેડલ લેવામાં સફળ રહેશે. પરંતુ વજન વધારે હોવાના કારણે તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. આ સાથે મીરાબાઈ ચાનુ વેઈટલિફ્ટિંગ ઈવેન્ટમાં 4 સ્થાન પર રહી હતી. હવે પેરિસ ઓલિમ્પિકના 13માં દિવસે સૌની નજર બે ઈવેન્ટ પર છે. જેમાં નીરજ ચોપરાની ભાલા ફેંક ઈવેન્ટ પર જ્યાં તે ફરીથી ગોલ્ડ મેડલ જીતશે તેવી આશા છે, જ્યારે હોકીની બ્રોન્ઝ મેડલ મેચમાં ભારતીય ટીમનો મુકાબલો થશે.

દરેક વ્યક્તિને અપેક્ષા છે
ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિકમાં પોતાના પ્રદર્શનથી તમામ ચાહકોને પ્રભાવિત કર્યા હતા પરંતુ સેમિફાઇનલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તો આજના દિવસે હવે લોકો આશા રાખી રહ્યા છે કે હોકીમાં બ્રોન્ઝ મેડલ તો મળે જ. અંશુ મલિક પણ રેસલિંગમાં એક્શન કરતા જોવા મળશે. નીરજ ચોપરાની મેડલ ઈવેન્ટ 8 ઓગસ્ટે રાત્રે 11:55 વાગ્યે શરૂ થશે.

આ પણ વાંચો: 2017નો આ નિયમ વિનેશ ફોગાટ પર ભારે પડ્યો! કુસ્તીનું ફોર્મેટ બદલી નાંખ્યું

પેરિસ ઓલિમ્પિક્સ 2024 માટે 13માં દિવસનું ભારતનું શેડ્યૂલ

  • મહિલા ગોલ્ફ વ્યક્તિગત સ્ટ્રોક પ્લે રાઉન્ડ 2 – અદિતિ અશોક અને દીક્ષા ડાગર – 12:30 PM
  • એથ્લેટિક્સમાં મહિલાઓની 100 મીટર હર્ડલ્સ રિપેચેજ રાઉન્ડ – જ્યોતિ યારાજી – 2:05 pm
  • કુસ્તીમાં પુરુષોની 57 કિગ્રા વર્ગમાં રાઉન્ડ ઓફ 16 – અમન સેહરાવત વિ વ્લાદિમીર એગોરોવ – બપોરે 2:30 કલાકે
  • કુસ્તીમાં મહિલાઓની 57 કિગ્રા કેટેગરીમાં રાઉન્ડ ઓફ 16 – અંશુ મલિક વિ હેલન મેરોલિસ – બપોરે 2:30 કલાકે
  • હોકી બ્રોન્ઝ મેડલ મેચ – ભારત VS સ્પેન – સાંજે 5:30 PM
  • જેવલિન થ્રો મેડલ ઇવેન્ટ મેન – નીરજ ચોપરા – 11:55 pm