December 19, 2024

NDAની આજથી કેરળમાં એક મહિનાની ‘ભારત જોડો યાત્રા’

કેરળ: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. આ પહેલા કદાવર નેતાઓ રાજમેદાનમાં જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ભાજપના દરેક નેતાઓ ચૂંટણીના પ્રચારમાં લાગી ગયા છે. ભાજપની આગેવાની હેઠળની એનડીએ તારીખ 27 જાન્યુઆરીથી એટલે કે આજથી જ કેરળમાં એક મહિનાની રાજ્યવ્યાપી પદયાત્રા શરૂ કરશે. આ પદયાત્રા દરમિયાન ધાર્મિક અને સામાજિક આગેવાનો સાથે મુલાકાત કરવામાં આવશે. રાજ્યના એનડીએ અધ્યક્ષ કે. સુરેન્દ્રન પદયાત્રાની શરૂઆત કરશે.

યાત્રાને લીલી ઝંડી
ભાજપની આગેવાની હેઠળની એનડીએ આગામી લોકસભા ચૂંટણી પહેલા તારીખ 27 જાન્યુઆરી 2024ના આજે કેરળમાં એક મહિનાની રાજ્યવ્યાપી પદયાત્રા શરૂ કરશે. આ પદયાત્રા 29 જાન્યુઆરીએ કન્નુર અને 30 જાન્યુઆરીએ વાયનાડ અને 31 જાન્યુઆરીએ વડકારા પહોંચશે. તારીખ 12 ફેબ્રુઆરીના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પદયાત્રાના તિરુવનંતપુરમ લેગનું ઉદ્ઘાટન કરશે. પદયાત્રા તારીખ 27 ફેબ્રુઆરીએ પલક્કડ જિલ્લામાં સમાપ્ત થશે. ભાજપનું આ વિશે કહેવું છે કે આ બેઠકોમાં એનડીએના વિકાસના એજન્ડાને મુખ્ય રાખવામાં આવશે.

આ પણ વાચો: PM મોદીએ શેર કરી લક્ષદ્વીપ પ્રવાસની અદભુત તસવીરો

દરેક દિવસે પદયાત્રાનું ઉદધાટન
વિવિધ કેન્દ્રીય પ્રધાનો અને રાષ્ટ્રીય નેતાઓ દરેક દિવસે પદયાત્રાનું ઉદધાટન કરશે. પદયાત્રા તારીખ 3-7 ફેબ્રુઆરી વચ્ચે અટ્ટિંગલ, પથાનમથિટ્ટા, કોલ્લમ અને માવેલીકારા લોકસભા ક્ષેત્ર અને તારીખ9-12 ફેબ્રુઆરી વચ્ચે કોટ્ટાયમ, અલાપ્પુઝા અને તિરુવનંતપુરમને આવરી લેશે.પદયાત્રા તારીખ 14 ફેબ્રુઆરીએ ઇડુક્કીમાં પ્રવેશશે, તારીખ 15 ફેબ્રુઆરીએ ચાલકુડીમાં પ્રવેશ કરશે અને તારીખ 19 અને 21 ફેબ્રુઆરી વચ્ચે મલપ્પુરમ, કોઝિકોડ અને અલાથુર મતવિસ્તારને આવરી લેશે. સુરેન્દ્રન તારીખ 23 ફેબ્રુઆરીએ પોન્નાની, તારીખ 24 ફેબ્રુઆરીએ એર્નાકુલમ અને તારીખ 26 ફેબ્રુઆરીએ થ્રિસુરને આવરી લેશે.

ભારત જોડો ન્યાય યાત્રા
રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ ગઈ કાલે પશ્ચિમ બંગાળમાં પ્રવેશી છે. રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા કૂચ બિહાર પહોંચી ત્યારે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અધીર ચૌધરીએ તેમનું સ્વાગત કર્યું હતુ. બંગાળના કૂચ બિહારમાં પ્રવેશ પર રાહુલ ગાંધીએ કહ્યું કે પશ્ચિમ બંગાળ આવીને હું ખુશ છું. અમે તમને સાંભળવા અને તમારી સાથે ઊભા રહેવા માટે અહીં છીએ. તમને જણાવી દઈએ કે આ યાત્રા દરમિયાન જલપાઈગુડી, અલીપુરદ્વાર, ઉત્તર દિનાજપુર, દાર્જિલિંગ, માલદા અને મુર્શિદાબાદ જિલ્લામાંથી પસાર થશે. આ યાત્રા બંગાળમાં કુલ પાંચ દિવસ સુધી ચાલશે, જેમાં રાહુલ ગાંધી છ જિલ્લા અને છ લોકસભા બેઠકોની મુલાકાત લેવાના છે.

આ પણ વાચો: ડ્રોન બનશે દર્દીઓનો ‘સુપરમેન’, AIIMSએ ડ્રોનથી 40 કિમી દૂર મોકલી દવા