December 17, 2024

નવસારી બનશે મહાનગરપાલિકા, ટીપી મંજૂર ન થતા વિકાસ પર બ્રેક વાગી

જીગર નાયક, નવસારીઃ શહેરોનું વિસ્તરણ કરી નવા ગામોનો સમાવિષ્ટ કરી વિકાસની દિશામાં લઈ જવાનો રાજ્ય સરકારનો પ્રયાસ છે. જેમાં નવસારી નગરપાલિકાનું માળખું મોટું કરીને મહાનગરપાલિકા બનવા જઈ રહી છે. નવા આઠ ગામોનો સામાવેશ કરીને હદવિસ્તારણ પણ થઈ ચૂક્યું છે. પરંતુ 1984-85માં મંજૂર કરવામાં આવેલી ટીપીને હજુ મંજૂરી ન મળતા વિકાસ પર બ્રેક લાગી છે.

ગાયકવાડ સમયથી નવસારી શહેરમાં માત્ર ગણ્યાગાંઠ્યા જ વિકાસ થયા છે અને શહેરના મુખ્ય રસ્તાઓ ટ્રાફિક જામ હવે લોકો માટે માથાનો દુખાવો બની ગયો છે. ત્યારે વર્ષોથી રસ્તા ઉપર વધી રહેલા અતિક્રમણને દૂર કરવા માટે નગરપાલિકા દ્વારા કોઈ નક્કર કામગીરી વર્ષોથી કરવામાં નથી. આવી જેને લઇને દિવસે અને દિવસે રસ્તાઓ સાંકડા થઈ રહ્યા છે. જેના ઉપર આજ દિવસ સુધી કોઈ પગલા નથી લેવાયાં.

નવસારીના વિકાસ માટે વર્ષ 1984-1985ની સાલમાં નવા ટીપીની રચના કરવામાં આવી હતી. જેમાં 25માંથી ત્રણ ટીપીઓને આખરી મંજૂરી પણ મળી ગઈ હતી. પરંતુ હજી સુધી એનું અનુકરણ ન કરતા શહેરમાં ટ્રાફિકનું ભારણ વધ્યું છે અને ટ્રાફિકની સમસ્યા વધતા શહેરીજનોએ અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. નવસારી વિજલપોર નગરપાલિકાએ હદ વિસ્તરણ કરી મહાનગરપાલિકા બનાવવા માટેના પ્રયાસો તો શરૂ કર્યા છે. પરંતુ હજી સુધી 25 ટીપીમાંથી એકપણ ટીપી ન ખુલતા શહેરનો વિકાસ રૂંધાય રહ્યો છે.