December 19, 2024

નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ગાંજાના જથ્થા સાથે 3 લોકોની ધરપકડ

જીગર નાયક, નવસારી: ગુજરાત રાજ્યમાં મેટ્રો સીટીઝમાં વેચાતા નશીલા દ્રવ્યો નાના જિલ્લા કક્ષાના શહેરોમાં પણ મોટાપાયે વેચાણની શરૂઆત થઈ છે. જેને રોકવા પોલીસ પણ એલર્ટ બની છે. નવસારી જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપને મળેલી બાતમી મુજબ મરોલી પાસેથી એક લાખથી વધુની કિંમતના વિશિષ્ઠ પ્રકારના સૌથી વધુ ડીમાંડ ધરાવતા ગાંજાના જથ્થા સાથે ત્રણની ધરપકડ કરવામાં આવી છે.

નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપને એમડી ડ્રગ્સના સમકક્ષ ભાવે અને સૌથી વધુ ડિમાન્ડ ધરાવતા બુબા કુશ હાયબ્રીડ ગાંજા સાથે 3ને ઝડપી પાડવા સફળતા મળી છે. સુરતથી લાવી નવસારીમાં છેલ્લા 2 વર્ષોથી વેચાણ માટે આવતા કપલેથા મરોલી ચેકપોસ્ટ પાસેથી 32 ગ્રામના ગાંજાના જથ્થા બાઇક સવાર સૌપ્રથમ 2ની ધરપકડ કરવામાં આવી હતી. જથ્થો ઉપલબ્ધ કરવનાર સુરતનો સેમસન ઉર્ફે સેમ સાયમન કરાસકોની પણ કાર સાથે ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો:  શિક્ષણ અધિકારીનો નવતર પ્રયોગ, અરજદારો માટે ઉભી કરી ઇ-લાયબ્રેરી

નવસારી શહેરમાં રહેતા 21 વર્ષીય રાહુલ રાજીબભાઈ જાના અને 23 વર્ષીય આકાશ સંતોષભાઈ આહીર નવસારી શહેરની અગ્રવાલ કોલેજમાં અભ્યાસ કરતા હોવાની માહિતી મળી છે. ગાંજાનો આ જથ્થો બંને વિદ્યાર્થીઓ નવસારી શહેરમાં કોલેજમાં વેચાણ માટે લાવતા હતા કે કેમ તેની તપાસ શરૂ કરવામાં આવી છે. આ ગાંજાના 1 ગ્રામના 3500 રૂપિયાની વસુલાત કરે છે.અમેરિકા તેમજ ભારતમાં વેચાતા ગાંજાની જાતને મિશ્રણ કરીને ઉગાડવામાં આવે છે જે ખૂબ જ ડિમાન્ડમાં હોવા સાથે મોંઘા ભાવે વેચવામાં આવે છે.

આ પણ વાંચો: પરશોત્તમ રૂપાલાના નિવેદન મામલે, કરઝા ગામમાં ભાજપ માટે ‘નો એન્ટ્રી’ના બેનરો લાગ્યાં

આખા ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી અમદાવાદ પોલીસે આ પ્રકારના જથ્થાનો માત્ર 10ગ્રામ જેટલી માત્રામા આરોપીઓની ધરપકડ કરી છે નવસારી એસોજીએ રાજ્યના ઇતિહાસમાં 32 ગ્રામ એટલે કે સૌથી વધુ માત્રામાં આ ગાંજાના 1,12,525,જથ્થો સાથે કાર મળીને રૂપિયા 6,62,525નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. મરોલી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને નવસારી ગ્રામ્ય પીઆઇ પી બી પટેલિયા એ કેસની તપાસ શરૂ કરી છે.