January 16, 2025

નવસારીમાં રાષ્ટ્રીય કક્ષાની કબડ્ડી સ્પર્ધાનો થયો પ્રારંભ

Kabaddi Competition: નવસારીમાં રાષ્ટ્રીય કક્ષાની કબડ્ડી સ્પર્ધાનો પ્રારંભ થયો છે. ધારાસભ્ય રાકેશ દેસાઈના હસ્તે રાષ્ટ્રીય કબડ્ડી સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. લુન્સીકુઈ ગ્રાઉન્ડ રાષ્ટ્રીય કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. શિવઅંશ કબડ્ડી ક્લબ અને જિલ્લા કબડ્ડી એસોસિએશન દ્વારા આ સ્પર્ધાનું આયોજન કર્યું છે.

આ પણ વાંચો: અમરેલીના ખેડૂતની અમદાવાદમાં થઈ ઠગાઈ, ધંધામાં રોકાણનું કહીને કરી કરોડોની છેતરપિંડી

કબડ્ડી સ્પર્ધાનું કરાયું આયોજન
બે દિવસીય ડે એન્ડ નાઇટ કબડ્ડી સ્પર્ધાનું નવસારીમાં આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ, હરિયાણા વગેરે રાજ્યોમાંથી ટીમો આ સ્પર્ધા માટે આવી છે. વિજેતા ટીમને ટ્રોફી સહિત 33,333 રૂપિયાનું રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે નવસારીમાં પ્રથમવાર રાષ્ટ્રીય સ્તરની કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરાઈ રહ્યું છે.