December 21, 2024

નવસારીના દરિયાકિનારેથી ડ્રગ્સ ઝડપાયું, તપાસ શરૂ

નવસારીઃ દક્ષિણ ગુજરાતના દરિયાકિનારેથી પર વારાફરતી બિનવારસી ડ્રગ્સ મળી રહ્યા છે. નવસારી બિનવારસી ડ્રગ્સના જથ્થાને પગલે ગુજરાતનું સુરક્ષા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. નવસારી જિલ્લામાં જલાલપોર તાલુકાના ગામમાંથી 50 પેકેટથી વધુ ડ્રગ્સ મળી આવ્યું છે. બિનવારસી રીતે મળી આવેલા ડ્રગ્સની તપાસને લઈને સેન્ટ્રલ અને સ્ટેટની એજન્સીઓએ તપાસ શરૂ કરી છે.

નવસારીમાં જલાલપોરના અંજલ માછીવાડ ગામેથી ડ્રગ્સ ઝડપાયું હતું. સિમેન્ટની બોરીમાં ડ્રગ્સના 8 પેકેટ સંતાડવામાં આવ્યા હતા. જલાલપોર પોલીસ અને નવસારી LCBએ દરિયાકિનારે ચેકિંગ કરવામાં આવ્યું હતું. જલાલપોર મામલતદાર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

FSLની ટીમે ઘટનાસ્થળે પહોંચી ડ્રગ્સની તપાસ હાથ ધરી હતી. સુરત અને વલસાડ બાદ નવસારીના દરિયાકિનારેથી ડ્રગ્સ મળી આવ્યું છે. હાલ આ સમગ્ર મામલાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.