ઇન્સ્ટાગ્રામ દ્વારા પ્રેમી, અંગત પળો માણવા હોટેલમાં ગયા અને યુવતીનું મોત
જીગર નાયક, નવસારીઃ શહેરની એક હોટેલમાં યુવતીના ભેદી સંજોગોમાં મોત મામલે પોલીસે ખુલાસો કર્યો છે. શરીરસંબંધ બાંધતી વખતે યુવાન પ્રેમીએ યુવતીના શરીરમાંથી લોહી નીકળતું હોવા છતાં સમયનો વેડફાટ કરી પોતાને બચવાનો પ્રયાસ કર્યો હતો. જેથી યુવતીનું મોત નીપજ્યું હતું. આ મામલામાં પીએમ રિપોર્ટ આવ્યા બાદ જલાલપોર પોલીસે યુવાન પ્રેમી વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે.
મળતી માહિતી પ્રમાણે, તારીખ 23 સપ્ટેમ્બરના રોજ બપોરે 2:00 વાગ્યે આસપાસ ચીખલીના નોગામા ગામમાં રહેતો યુવાન પ્રેમિકાને લઈને નવસારી શહેરમાં આવેલી હેપી સ્ટે હોટલમાં શરીરસંબંધ બાંધવા માટે આવે છે. આ પ્રકરણમાં યુવાને પ્રેમિકા યુવતી સાથે શરીરસંબંધ બાંધવા દરમિયાન યુવતીના શરીરે ગુપ્ત ભાગે વધુ પડતું લોહી નીકળતા યુવાને આ પરિસ્થિતિમાંથી કઈ રીતે બહાર આવવું તે માટે google સર્ચ કર્યું હતું. તેમાં બે કલાકથી વધુ સમય વેડફાઈ જતા યુવતીનું મોત થયું હતું. આ મામલે જલાલપોર પોલીસે મૃતક પિતાની ફરિયાદના આધારે યુવાનની ધરપકડ કરી છે.
ચીખલી તાલુકામાં રહેતો 26 વર્ષે ભાર્ગવ નરેન્દ્રભાઈ પટેલ નામના યુવાને સોશિયલ મીડિયાના માધ્યમથી ચીખલી તાલુકાના એક ગામમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ બનાવ્યો હતો. બે વર્ષના પ્રેમગાળા દરમિયાન 23મી સપ્ટેમ્બરના રોજ બપોરે ભાર્ગવે યુવતીને શરીરસંબંધ બાંધવાના ઇરાદે ગાંધી સ્મૃતિ રેલવે સ્ટેશન પાસે આવેલી હોટલ હેપ્પી સ્ટેના રૂમમાં લઈ આવ્યો હતો. તેણે યુવતી સાથે શરીરસંબંધ બાંધતા તેના ગુપ્ત ભાગમાંથી લોહીની ધારા શરૂ થઈ હતી. આ પરિસ્થિતિમાંથી બહાર આવવા યુવાને google સર્ચ કરી લોહી બંધ કરવાની માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં એક તૃતીયાંશ જેટલું શરીરમાંથી લોહી વહી જતા યુવતીનું સિવિલ હોસ્પિટલમાં લાવતાં પહેલાં જ મોત થઈ ચૂક્યું હતું. આ મામલે બેદરકારી દાખવવા બદલ જલાલપોર પોલીસે ભાર્ગવ વિરુદ્ધ કેસ દાખલ કરી તેની ધરપકડ કરી છે.
નવસારી જિલ્લા પોલીસે તપાસ દરમિયાન ડોક્ટર પાસેથી માહિતી મેળવી કે, જો યુવક યુવતી શરીરસંબંધ બાંધે તે દરમિયાન યુવતી પ્રથમ વખત શરીર સંબંધ બાંધતી હોવાથી ગુપ્ત ભાગે સ્વાભાવિક રીતે લોહી નીકળતું હોય છે, પરંતુ તેવી પરિસ્થિતિમાં તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવાનો હોય છે. હાલના કેસમાં આરોપી યુવાન ભાર્ગવ પટેલ યુવતીની શારીરિક ચિંતા કર્યા વગર તેની સાથે શરીરસંબંધ બાંધે છે. પરંતુ વધુ પડતું લોહી નીકળતા તેણે google સર્ચ કર્યા વગર તાત્કાલિક 108 બોલાવી હોત તો સિવિલ હોસ્પિટલમાં તેને લોહી ચઢાવવામાં આવત તો કદાચ તેનો જીવ બચાવવાની સંભાવના વધી શકી હોત.
પોલીસ તપાસમાં સ્પષ્ટ થયું હતું કે, જો આરોપી યુવાન ભાર્ગવ પટેલ યુવતીની ગંભીર સ્થિતિમાં સમયનો વેડફાટ ન કર્યો હોત તો કદાચ જીવતી બચી શકી હોત. તે આધારે તેના વિરુદ્ધ BNS 105,238 મુજબનો ગુનો દાખલ કરી મૃતક યુવતીના પિતાની ફરિયાદના આધારે ગઈકાલે આરોપી ભાર્ગવ પટેલની ધરપકડ કરીને આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.