December 26, 2024

Video : નવસારીમાં જાહેરમાં કેક કાપી યુવાનોએ કર્યો તમાશો, આડેધડ ફોડ્યા ફટાકડા

હાલ રાજ્યભરમાં વારંવાર જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે અને તે ઘણા લોકો માટે એક ટ્રેન્ડ બની ગયો છે. આ રીતે બર્થડે સેલિબ્રેશનના અનેક વીડિયો પણ વાયરલ થતા રહે છે. ત્યારે હાલ નવસારીના પેરાગામનો એક વીડિયો વાયરલ થયો છે જે ચર્ચાનો વિષય બન્યો છે.

નવસારીમાં ફરી એકવાર સરાજાહેર બર્થ-ડેની ઉજવણીનો વીડિયો વાયરલ થયો છે. યુવાનોએ મિત્રોના જન્મદિવસની ઉજવણી કરતા હોય તેવા વીડિયો જોવા મળે છે અને જોખમી રીતે ફટાકડા ફોડતા પણ જોવા મળી રહ્યા છે. કારના બોનેટ પર 10 કેક મુકીને જન્મદિવસની ઉજવણી કરી હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે.

મળતી માહિતી અનુસાર નવસારીના પેરા ગામનો એક વીડિયો વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે જેની સોશિયલ મીડિયા પર જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. આ વીડિયોમાં કેટલાક યુવાનો જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણી કરતા જોઇ શકાય છે. સાથે જ રસ્તા પર આડેધડ કાર પાર્ક કરીને જાણે તમાશો કરી રહ્યા હોય એવું પણ જોઇ શકાય છે.  નબીરાઓને રસ્તો બ્લોક કરીને જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી છે સાથે જ રસ્તો બ્લોક કરી ગાડીઓ રસ્તામાં લોકોને અડચણ રૂપ મૂકી છે.  તેમજ જાહેર માર્ગની વચ્ચે ફટકડા ફોડી આતિશબાજી કરી હોય તે પણ જોઇ શકાય છે. પરતું ન્યૂઝ ચેનલ આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી. જોકે, હવે જોવું રહ્યું કે નવસારી પોલીસ આ વીડિયોને લઇને શું કાર્યવાહી કરે છે.