January 23, 2025

ગીતા રબારીના ડાયરામાં સીઆર પાટીલ રહ્યા હાજર

navsari cr patil present in dayro geeta rabari

સીઆર પાટીલ ગીતા રબારીના ડાયરામાં હાજર રહ્યા હતા.

સુરતઃ લોકગાયક કલાકાર ગીતા રબારીનો ડાયરો નવસારીમાં યોજવામાં આવ્યો હતો. તેમાં ગુજરાતના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ હાજર રહ્યા હતા.

આ અંગે તેમણે ટ્વીટર પર ફોટા શેર કર્યા હતા અને લખ્યુ હતુ કે, ‘ગામડું બોલે ને શહેર સાંભળે એ ડાયરો, ભોળપણ બોલે ને ચતુરાઈ સાંભળે એ ડાયરો, માટી બોલે અને ફોરમ સાંભળે એ ડાયરો. ડાયરો એ આપણી લોકસંસ્કૃતિનું એક પ્રતીક છે.’

તેમણે વધુમાં લખ્યુ હતુ કે, આજે નવસારી ખાતે વિશાળ જનમેદની વચ્ચે આપણાં ગુજરાતનાં ગૌરવ સમા કલાકાર ગીતાબેન રબારીનાં ડાયરામાં ઉપસ્થિત રહી લોકગીતો અને ડાયરાની વાતોને માણ્યા. સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી અભિયાન અંતર્ગત ડાયરાનાં માધ્યમથી સ્વચ્છતા અંગે જાગૃતિની એક નોખી પહેલ કરાઇ.’