નવસારી કલેક્ટર કચેરીએ મતદાન જાગૃતિની સુંદર રંગોળી બની આકર્ષણનું કેન્દ્ર
નવસારીઃ જિલ્લામાં સ્વીપ પ્રોગ્રામ અંતર્ગત મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અન્વયે નવસારી કલેકટર કચેરી ખાતે મતદાન જાગૃતિ થીમ આધારિત સુંદર રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની છે. ‘દસ મિનિટ, દેશ માટે’ની નેમ સાથે નવસારી જિલ્લાના મત વિસ્તારમાં જન-જન સુધી મતદાનનો સંદેશો પહોચાડવા રંગોળી દ્વારા સુંદર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
‘અવસર લોકશાહીનો, મતદાન ચૂકશો નહીં’ના સૂત્રને યાદ રાખીને મતદાતાઓ આગામી 7મી મેના રોજ અવશ્ય મત આપીને લોકશાહીને સશક્ત બનાવવામાં અમૂલ્ય યોગદાન આપે, તેવો નવસારી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.