December 18, 2024

નવરાત્રિમાં ચોટીલા ચામુંડાના માતાના મંદિરે દર્શનના સમયમાં ફેરફાર, 10મીએ હવન

સુરેન્દ્રનગરઃ ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે આરતી અને દર્શનના તેમજ દ્વારના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવરાત્રિના તહેવારને લઈને મોટી સંખ્યામાં માઇભક્તો આવતા હોય છે. ત્યારે મંદિર ટ્રસ્ટે માતાજીના દર્શનના સમયમાં ફેરફાર કર્યો છે.

શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા નવરાત્રિ દરમિયાન સમયમાં ફેરફાર કર્યો છે. આગામી તારીખ 3 ઓક્ટોબરથી 11મી ઓક્ટોબર દરમિયાન નવરાત્રિ દરમિયાન દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

આસો સુદ નવરાત્રિ દરમિયાન ડુંગર પર ચડવાના દ્વાર 4:30 કલાકે સવારે ખોલવામાં આવશે. સવારની આરતી પાંચ વાગ્યે અને સાંજની આરતી રાબેતા મુજબ સૂર્યાસ્તના સમયે થશે.

આ સિવાય તારીખ 10 ઓક્ટોબર દશમના દિવસે હવાનાષ્ટમી યજ્ઞ ડુંગર પર યોજાશે અને ચાર વાગ્યે બીડું હોમાશે. નવરાત્રિ દરમિયાન આઠ નોરતાના દિવસે મંદિરના ભોજનાલયમાં ભોજન પ્રસાદનો સમય બપોરે 11થી 2 રહેશે. ત્યારે હવાનાષ્ઠમીના દિવસે પ્રસાદનો સમય સાંજે 4 કલાકે રહેશે.