December 24, 2024

ભાલા ફેંકમાં નવદીપની સિલ્વર તક સોનેરીમાં બદલાણી, ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો

Navdeep: જેવલિન થ્રોની F41 કેટેગરીની ફાઇનલમાં ભારતના નવદીપે શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. 47.32 મીટર થ્રો કર્યો હતો. આ પહેલા તેને આ જ ઇવેન્ટમાં સિલ્વર મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. ઇરાન પ્રજાસત્તાકની સયાહ બાયતે ગોલ્ડ જીત્યો હતો. પરંતુ ત્યારબાદ ઈરાનના પેરા એથલીટને ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો. આ કારણે ભારતના નવદીપે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. બ્રોન્ઝ મેડલ ઇરાકના નુખૈલાવી વિલ્ડેનને મળ્યો હતો. તેણે કુલ 40.46 મીટર થ્રો કર્યો હતો.

ગોલ્ડ મેડલ જીતાડ્યો
હરિયાણાના પાણીપતના રહેવાસી નવદીપની શરૂઆત ખરાબ જોવા મળ્યું હતું. પહેલો થ્રો ફાઉલ થયો હતો. આ પછી તેણે 46.39 મીટરનો બીજો થ્રો કર્યો હતો. તે ત્રીજા થ્રો 47.32 મીટરનો થ્રો કર્યો હતો. તેનો ચોથો અને છઠ્ઠો થ્રો ફાઉલ હતો. તેણે પાંચમો થ્રો 46.05 મીટર સુધી ફેંક્યો હતો. નવદીપનો ત્રીજો એકલા ફેંકે તેને ગોલ્ડ મેડલ જીતાડ્યો હતો.

  • પ્રથમ થ્રો –  ફાઉલ
  • બીજો થ્રો – 46.39 મીટર
  • ત્રીજો થ્રો – 47.32 મીટર
  • ચોથો થ્રો – ફાઉલ
  • પાંચમો થ્રો – 46.05 મીટર
  • છઠ્ઠો થ્રો – ફાઉલ

આ પણ વાંચો: Paralympic 2024: હોકાટો સેમા કોણ છે? સંઘર્ષ તો એવો કર્યો કે ભલભલાને આવી જાય રુદન

ભારતે કુલ આટલા મેડલ જીત્યા
ભારતે પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. ટોટલ 29 મેડલ જીત્યા છે જેમાં 7 ગોલ્ડ, 9 સિલ્વર અને 13 બ્રોન્ઝ મેડલ સામેલ છે.મેડલ ટેલીમાં ભારત 15માં નંબર પર છે. ચીન 91 ગોલ્ડ સાથે નંબર વન પર છે. બ્રિટને 46 ગોલ્ડ મેડલ જીત્યા છે અને તે બીજા સ્થાને છે.