January 19, 2025

Nautapa 2024: રોહિણી નક્ષત્રમાં થશે સૂર્યનો પ્રવેશ, પડશે ખુબ જ ખતરનાક ગરમી!

ગરમીના હિસાબે આ નવ દિવસો ખુબ જ ખતરનાક રહેશે.

Nautapa 2024: હાલમાં ગુજરાત સહિત આખા દેશમાં ગરમી ચરમ પર છે. વૈસાખ મહિનામાં જ ગરમીએ લોકોના હાલ બેહાલ કરી દીધા છે. દર મહિને જેઠ મહિનામાં નવ દિવસો એવા હોય છે, જ્યારે ભિષણ ગરમી પડતી હોય છે, જેને નૌતપાના નામથી ઓળખવામાં આવે છે. જ્યોતિષિયોના મત અનુસાર, 25 મે નારોજ નૌતપા શરૂ થશે અને બે જૂન સુધી ચાલશે. ગરમીના હિસાબે આ નવ દિવસો ખુબ જ ખતરનાક રહેશે.

જ્યોતિષાચાર્ય અનુસાર, જેઠ મહિનાની શરૂઆતમાં સૂર્ય દેવ કૃતિકા નક્ષત્રથી નીકળીને રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે. તેની સાથે જ નૌતપા શરૂ થઇ જાય છે. આ વખતે સૂર્યદેવ 25 મે નારોજ સવારે 3:16 વાગ્યાથી રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે અને તેના પછી બે જૂનના રોજ સૂર્ય મૃગશિરા નક્ષત્રમાં પ્રવેશ કરી જશે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, નૌતપાની અવધિ 25 મેથી શરૂ થઇ 2 જૂન સુધી રહેશે. નૌતપામાં સૂર્યથી ધરતિ તપવા લાગે છે, સૂર્ય આગ ઓકતા હોય તેવું લાગે છે અને પાણી પોતે બાષ્પિભવન થવા લાગે છે. જ્યોતિષ પંચાંગ નૌતપા દરમિયાન આ વખતે ભિષણ ગરમી ભડવાની ભવષ્યવાણી કરી રહ્યા છે. જો નૌતપાના તમામ દિવસો રહે છે તો તે સારા વરસાદનો સંકેત માનવામાં આવે છે.

આ પણ વાંચો: જૂન મહિનામાં આ 3 રાશિના જાતકો ચેતી જજો, ગ્રહ-નક્ષત્રના ગોચરથી થશે મુશ્કેલી

વૈજ્ઞાનિક તથ્યો અનુસાર, મે ના છેલ્લા અઠવાડિયામાં સૂર્ય અને પૃથ્વીની વચ્ચેનું અંતર ખુબ જ ઓછું થઇ જાય છે. આ દરમિયાન સૂર્યની કિરણો સીધી ધરતી પર પડે છે, માટે તેના કારણે આ દિવસોમાં વધુ ગરમી પડે છે.

નૌતપા દરમિયાન આ વાતોનું ખાસ ધ્યાન રાખવું
લોકોએ ખાધા વિના ઘરની બહાર ન નિકળવું જોઇએ. આ દરમિયાન મહિલાઓને પોતાના હાથ અને પગમાં મહેંદી લગાવવી જોઇએ કારણ કે, મહેંદીની તાસીર ઠંડી હોય છે. આવશ્યક્તા અનુસાર, ગ્લુકોઝનું સેવન પણ કરવું જોઇએ. આ દરમિયાન લોકોએ મુલાયમ અને સૂતરાઉ કપડા પહેરવા જોઇએ. તળેલી અને મસાલેદાર વસ્તઓનું સેવન ન કરવું જોઇએ.

આ પૂણ્ય કામ કરો
વૃક્ષો રોપવા જોઇએ: નૌતપા દરમિયાન વૃક્ષ-રોપા લગાવવાથી ખુબ જ પૂ્ણ્ય મળે છે. વૃક્ષો-રોપા વાવ્યા બાદ તેની યોગ્ય જાળવણી કરવી જોઇએ. આ દિવસો દરમિયાન વૃક્ષોમાં પાણી નાંખવાથી પિતૃ પ્રસંન્ન થાય છે અને તેનાથી પૂણ્યની પ્રાપ્તિ થાય છે.

દાન કરવું: સ્કંદ પૂરાણ અનુસાર, નૌતપામાં ગરીબ અને જરૂયાતમંદોમાં એવી વસ્તુઓનું દાન કરો, જે ગરમીથી રાહત આપે. આ સમયે તમે અન્ન, જળ, સત્તુ, પંખા, ઘડિયાળ, મોસમી ફળો, વસ્ત્ર અને જુતા-ચપ્પલોનું દાન કરવું જોઇએ. આથી ગ્રહોના અશુભ ફળ ઓછા થઇ જાય છે.