December 28, 2024

25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવશે, PM મોદી યુવા મતદારો સાથે વાત કરશે

PM - NEWSCAPITAL

25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવશે. તેની યાદમાં સત્તાધારી ભાજપની યુવા પાંખ ગુરુવારે એક કાર્યક્રમનું આયોજન કરી રહી છે. આ કાર્યક્રમ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોટી સંખ્યામાં યુવા મતદારો સાથે વાત કરશે. ભારતીય જનતા યુવા મોરચા (BJYM) ના પ્રમુખ તેજસ્વી સૂર્યાએ પત્રકારોને જણાવ્યું હતું કે, યુવા મતદારોએ વર્ષ 2014 માં નરેન્દ્ર મોદીને વડા પ્રધાન તરીકે પસંદ કરવામાં અને વર્ષ 2019 માં ફરીથી તેમની પુનઃચૂંટણીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમણે પત્રકારોને કહ્યું કે, તેઓ મોદીજીને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે પસંદ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારમાં યુવાનો માટે અનન્ય તકો છે.

યુવાનોને મોટો ફાયદો થયો

તેજસ્વી સૂર્યાએ જણાવ્યું હતું કે, આર્થિક વિકાસની ઝડપી ગતિ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં જંગી વેગ વચ્ચે, બેરોજગારીનો દર અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે છે, જેનો પ્રત્યક્ષ અને આડકતરી રીતે યુવાનોને મોટો ફાયદો થયો છે. સૂર્યાએ કહ્યું કે, લાખો યુવા મતદારો સમગ્ર દેશમાં લગભગ પાંચ હજાર સ્થળોએ વર્ચ્યુઅલ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જોડાશે. આ ઐતિહાસિક હશે કારણ કે આ પ્રથમ વખત છે કે જ્યારે કોઈ વડાપ્રધાન યુવા મતદારો સાથે આટલા મોટા પાયે સંવાદ કરશે. વધુમાં તેમણે કહ્યું કે, આ પ્રકારની કવાયત ચૂંટણીમાં તેમની સહભાગિતાને પ્રોત્સાહિત કરશે અને દેશના લોકતાંત્રિક મૂળને વધુ ઊંડા કરશે.ભાજપ 5000 સ્થળોએ નમો નવ મતદાર કાર્યક્રમનું આયોજન કરી રહી છે

સાંસદ તેજસ્વી સૂર્યાએ કહ્યું કે, 25 જાન્યુઆરીએ ભાજપ લગભગ 5000 સ્થળોએ નમો નવ મતદાર કાર્યક્રમનું આયોજન કરી રહી છે. જે અંતર્ગત પીએમ મોદી લગભગ એક કરોડ યુવાનોનો સંપર્ક કરશે જે પહેલીવાર મતદાર બનવા જઈ રહ્યા છે. બીજેવાયએમના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યાએ ઈન્ડિયા ગઠબંધન પર વાત કરતાં કહ્યું કે, આ ગઠબંધનનું જમીની સ્તરે કોઈ અસ્તિત્વ નથી.

આા પણ વાંચો : Lok Sabha 2024 : TMC બાદ હવે AAP પણ પંજાબમાં એકલા હાથે ચૂંટણી લડશે !

યુવા મતદારો માટે ઘણી યોજનાઓ અને નીતિઓ લાવવામાં આવી છે

તેજસ્વી સૂર્યાએ કહ્યું કે, 18-25 વર્ષના જૂથમાં સાત કરોડથી વધુ મતદારો છે અને સરકાર તેમને મદદ કરવા માટે ઘણી યોજનાઓ અને નીતિઓ લઈને આવી છે, જેમાં ઘણા નવા IIM, IIT અને મેડિકલ કોલેજોની સ્થાપનાનો સમાવેશ થાય છે.