December 28, 2024

મહિલાઓ સામે વધતાં ગુનાની કાર્યવાહી માટે બને રાષ્ટ્રીય એજન્સી, સદગુરુએ કોલકાતા રેપ કાંડ પર વ્યક્ત કરી ચિંતા

કોલકાતા: મહિલાઓ વિરુદ્ધ વધી રહેલા ગુનાઓને જોતા વિશ્વ પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સદગુરુએ કોલકાતામાં એક મહિલા તાલીમાર્થી ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાને માનવતા માટે ખૂબ જ ખતરનાક ગણાવ્યું છે. તેમણે આ દુષ્કર્મ અને હત્યાની ઘટના સામે મજબૂત અવાજ ઉઠાવ્યો છે અને આવી ઘટનાઓને રોકવા માટે સરકારને મહત્વપૂર્ણ સૂચનો પણ આપ્યા છે.

સદગુરુ જગ્ગી વાસુદેવે કહ્યું કે મહિલાઓ સામેના ભયાનક ગુનાઓનો સામનો કરવા માટે એક રાષ્ટ્રીય એજન્સીની સ્થાપના થવી જોઈએ. સદગુરુએ કહ્યું કે ધડકતા હૃદય ધરાવતો કોઈ પણ નાગરિક કોલકાતા રેપ કેસ જેવી ઘટના આ રીતે બનતો જોઈ શકતો નથી, તે ખૂબ જ ભયાનક છે. તેમણે કહ્યું કે ગુનેગાર સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

રાજ્ય એજન્સીઓથી આગળ એક રાષ્ટ્રીય એજન્સી હોવી જોઈએ – સદગુરુ
સદગુરુ જગ્ગી વાસુદેવે કોલકાતામાં એક મહિલા ડૉક્ટર પર દુષ્કર્મની ભયાનક ઘટનાને પગલે મહિલાઓ સામેના ગુનાઓની તપાસ અને કાર્યવાહી કરવા માટે સમર્પિત રાષ્ટ્રીય એજન્સીની સ્થાપના કરવા પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે રાજ્યની એજન્સીઓ પાસે આને રોકવા માટે પૂરતી સત્તા નથી.

આ પણ વાંચો: ‘Please… મારી દીકરીનું નામ અને તસવીરો શેર ન કરો’, કોલકાતા ડોક્ટરનાં પિતાનું દર્દ છલકાયું

તેમનું નિવેદન ભારતમાં મહિલાઓની સુરક્ષા માટે વધુ કડક પગલાં લેવાની માંગ વચ્ચે આવ્યું છે કે હવે આ દેશમાં મહિલાઓ સામેના સૌથી ભયાનક ગુનાઓને સંબોધવાનો સમય છે. રાજ્ય એજન્સીઓથી આગળ એક રાષ્ટ્રીય એજન્સી હોવી જોઈએ. કારણ કે અત્યારે જે થઈ રહ્યું છે તે દેશ સાથે ક્રૂર મજાક છે.

પ્રણાલીગત પરિવર્તનની માંગ વધુ તીવ્ર બનશે – સદગુરુ
તેમણે કહ્યું કે જ્યારે દેશ બીજા ક્રૂર ગુનાના પરિણામો સાથે ઝઝૂમી રહ્યો છે. ત્યારે પ્રણાલીગત પરિવર્તનની હાકલ વધુ જોરથી વધી રહી છે. આવા કેસોમાં હસ્તક્ષેપ કરવાની સત્તા ધરાવતી કેન્દ્રીય સંસ્થા સમગ્ર દેશમાં મહિલાઓ માટે ઝડપી ન્યાય અને વધુ સારી સુરક્ષા સુનિશ્ચિત કરી શકે છે.