મણકા ઢીલા કરી દેતા નસવાડી જવાના ખખડધજ રસ્તે અકસ્માત થવાનો ડર
નયનેશ તડવી, છોટાઉદેપુર: છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના લિન્ડા ગામેથી નસવાડી સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં હોવાથી રાહદારીઓને અને સ્થાનિક લોકોને તાલુકા મથકે જવા માટે ભારે મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે. આ રસ્તા પર મસમોટા ખાડા પડી જવાના કારણે અકસ્માત થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
નસવાડી તાલુકાના લિન્ડા ગામેથી નસવાડી સુધીનો અંદાજિત 7 કી. મી જેટલો રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. આ રસ્તો તિલકવાડા તાલુકાના વોરા ગામથી કલેડીયા સુધી આ રસ્તો નર્મદા સ્ટેટ માર્ગ અને મકાન વિભાગમાં આવે છે. આ રસ્તો અંદાજિત 5 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો છે. આ રસ્તો હાલ ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યો છે.
વાહન ચાલકો અને સ્થાનિક લોકોને તાલુકા મથકે જવું હોય તો માત્ર આ એક જ રસ્તો આવેલો છે. જે ગ્રામ્ય વિસ્તારનાં લોકોને તાલુકા મથકે કોઈ કચેરીનું કામ હોય કે પછી ખરીદી કરવા જવું હોય પરંતુ માત્ર આ એક જ રસ્તો છે. પરંતુ તે રસ્તો પણ ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યો છે. આ લિન્ડા ગામે મોડલ સ્કૂલ પણ આવેલી છે. જ્યાં તાલુકાના ડુંગર વિસ્તારના વિધાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે. અને ચામેઠા, પાયાકોઈ, લિન્ડા, ટેકરા અને કોઠીયા ગામના વિધાર્થીઓ નસવાડી અભ્યાસ કરવા માટે જાય છે. તેઓ દરરોજ અપડાઉન કરે છે. ત્યારે વિદ્યાર્થીઓ પણ આ બિસ્માર રસ્તામાંથી પસાર થવું પડે છે.
સંખેડા તાલુકાના કલેડિયા ગામથી નસવાડી સુધી અંદાજિત 4 કિમીનો રસ્તો પણ ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યો છે. કલેડીયા ગામેથી નસવાડી જવું હોય તો પણ માત્ર આ એક જ રસ્તો છે. તે રસ્તો પણ ગણેશ જીનિંગ આગળ ખખડધજ થઈ ગયો છે. આ રસ્તા પર પણ મોટા મોટા ખાડા પડી ગયા છે. લોકોને આ રસ્તા પથી પસાર થવામાં કંટાળો આવતો હોય તેમ લાગી રહ્યું છે. આ રસ્તા પર ખાડા પડી જાય તો માત્ર ખાડા પૂડી સંતોષ માનવામાં આવી રહ્યો છે. અને ખાડા ટેકરા કરી જતા રહે છે. સારી રીતે ખાડા પણ પુડવામાં આવતા નથી. જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.