નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા માટે 3 કરોડના ખર્ચે બનાવ્યો હંગામી પુલ, તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ

નર્મદાઃ જિલ્લામાં દર વર્ષે એક મહિનો યોજાતી નર્મદા ઉત્તરવાહિની પરિક્રમામાં લાખોની સંખ્યામાં ભાવિકભક્તો શ્રદ્ધાળુઓ 14 કિલોમીટરની પગપાળા પરિક્રમા કરે છે. દર વર્ષે તેમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો નોંધાતો આવ્યો છે.

આ પરિક્રમામાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યમાંથી લોકો આ પરિક્રમા કરવા આવતા હોય છે, જે તંત્ર દ્વારા પરિક્રમાનો પ્રારંભ અને પૂર્ણતા શાંતિપૂર્ણ રીતે થાય તેવા પ્રયાસો હાથ ધરાયા છે.

રામપુરા ઘાટ, રણછોડરાયના મંદિરેથી પરિક્રમા શરૂ કરીને સહેરાવ ઘાટ, તિલકવાડા મણીનાગેશ્વર મંદિર, રેંગણઘાટ, કીડી-મકોડી ઘાટ થઈને પરત રામપુરા સુધી આ પરિક્રમા કરીને સ્નાન કરીને પરિક્રમા પૂરી કરે છે.

આ સમગ્ર રૂટ દરમિયાન લાઈટ, પાણી, છાંયડો, સેવાકેન્દ્રો અને ડોમની વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. આ પરિક્રમાના સુચારૂ આયોજન અમલવારી માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે.

હાલ જે સહેરાવથી તીકલવાડા ઘાટ પર હંગામી કાચો પુલ 3 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે અને આવનારા દિવસોમાં લાખોની સંખ્યામાં ભક્તો આવતા તંત્ર દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ પણ કરવામાં આવશે.