May 20, 2024

નર્મદા પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ 60 મોબાઈલ મૂળ માલિકને પરત કર્યા

LCB નર્મદા પોલીસે નર્મદા જિલ્લામાંથી મોબાઈલ ચોર ગેંગનો પર્દાફાશ કર્યો હતો.

નર્મદા: નર્મદા પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્ર્મ હેઠળ ગુમ થયેલા 60 જેટલાં મોબાઈલ ફોન મૂળ માલિકને પરત કરવાનો જાહેર કાર્યક્રમ રાજપીપળા એલસીબી કચેરી ખાતે યોજાયો હતો. જેમાં જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બેના હસ્તે મૂળ માલિકોને મોબાઈલ પરત કરતા માલિકોમા આનંદની લાગણીજોવા મળી હતી. આજે LCB નર્મદા પોલીસે નર્મદા જિલ્લામાંથી મોબાઈલ ચોર ગેંગનો પર્દાફાશ કર્યો હતો.

રાજપીપળા સહીત નર્મદા જિલ્લામાંથી ગુમ થયેલા 60 જેટલા મોબાઈલ ફોન એલ.સી.બી નર્મદા પોલીસે ઝડપી પાડ્યા છે. છેલ્લા એક વર્ષ દરમ્યાન મોબાઈલ ફોન ચોરાયાની અસંખ્ય ફરિયાદો નર્મદા પોલીસને મળી હતી. જેના આધારે એલસીબી પોલીસે ભારે જહેમત ઉઠાવી ઇન્વેસ્ટિગેશન કરીજુદી-જુદી જગ્યાએથી મોબાઈલ ચોરીઝડપી કુલ 60 જેટલાં મોબાઈલ ફોન રિકવર કર્યા હતા.

જિલ્લા પોલીસ વડા પ્રશાંત શુમ્બેના માર્ગદર્શન પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી નર્મદાના પીઆઇ આર.જી ચૌધરી અને તેમની ઉપસ્થિતિમાં પોલીસ વડા પ્રશાંત શુમ્બે ના હસ્તે મૂળ માલિકોને તેમના ગુમ થયેલા મોબાઈલ ફોન પરત આપવાનો કાર્યક્રમ ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્ર્મ હેઠળ આજે 60 જેટલાં મોબાઈલ માલિકોને પોતાના ગુમ થયેલા મોબાઈલ પરત કરાતા મોબાઈલ માલિકોમા આનંદની લાગણીઅનુભવી નર્મદા પોલીસનો આભાર માન્યો હતો.

આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા પ્રશાંત શુમ્બેએ જણાવ્યું હતું કે પોલીસ પ્રજાનો સેવક છે, પ્રજાની ફરિયાદોની ત્વરિત નિકાલ થાય છે.તમારી ફરિયાદ પોલીસ મથકે નોંધાવાય તો તરત જ તેનો નિકાલ થાય છે. પોલીસ પ્રજાના પ્રશ્નો ઉકેલવા સદા તત્પર છે.