December 23, 2024

PM મોદીની જાહેરાતઃ ચૌધરી ચરણ સિંહ, નરસિમ્હા રાવ અને MS સ્વામીનાથનને ભારત રત્ન

Bharat Ratna: કેન્દ્ર સરકારે પૂર્વ પીએમ નરસિમ્હા રાવ અને ચૌધરી ચરણ સિંહ અને વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનને ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરીને માહિતી આપી હતી. પીએમ મોદીએ કહ્યું, ‘આ અમારી સરકારનું સૌભાગ્ય છે કે દેશના પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહ જીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે.

આ સન્માન દેશ માટે તેમના યોગદાનને સમર્પિત છે. તેમણે પોતાનું સમગ્ર જીવન ખેડૂતોના અધિકારો અને કલ્યાણ માટે સમર્પિત કર્યું હતું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હોય કે દેશના ગૃહમંત્રી અને ધારાસભ્ય તરીકે પણ તેમણે હંમેશા રાષ્ટ્ર નિર્માણને પ્રોત્સાહન આપ્યું છે. તેઓ ઈમરજન્સી સમયમાં પણ તેની સામે પણ મક્કમતાથી ઊભા રહ્યા. અમારા ખેડૂત ભાઈઓ અને બહેનો પ્રત્યેનું તેમનું સમર્પણ અને ઈમરજન્સી દરમિયાન લોકશાહી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા સમગ્ર દેશ માટે પ્રેરણાદાયી છે.

બીજી બાજુ RLD ચીફ જયંત સિંહના દાદા અને ખેડૂતોના મસીહા અને પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપવાની માંગ ઘણા સમયથી થઈ રહી છે. ત્રણ પુરસ્કારોમાંથી બે શ્રી નરસિમ્હા રાવ અને ડૉ. એમ.એસ. સ્વામીનાથન દક્ષિણ ભારતના વતની છે, જે દર્શાવે છે કે વડાપ્રધાન દેશના દરેક ખૂણેથી યોગદાન અને કુશળતાને મહત્ત્વ આપે છે.