December 29, 2024

નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષના દ્વાર ખુલશે, લોથલમાં ફરી ઇતિહાસ થશે જીવંત

આશુતોષ, અમદાવાદ: લોથલમાં 400 એકરમાં નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પલેક્ષ તૈયાર થઇ રહ્યું છે. જેનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી સરબાનંદ સોનોવાલ અને મનસુખ માન્ડવીયાએ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ આ પ્રોજેક્ટ માટે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. જેનો પ્રથમ ફેઝ આગામી સમયમાં મુલાકાતીઓ માટે ખુલ્લો મુકવામાં આવશે. હાલમાં ફેઝ વન નું 65% કાર્ય પૂર્ણ થયું છે.

ઇન્ડિયાનો ઉત્તમ નમૂનો બનશે
વિશ્વનું સૌથી મોટું નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષ અમદાવાદ પાસેના લોથલમાં તૈયાર થઈ રહ્યું છે. જે અંગે મિનિસ્ટ્રી ઓફ પોર્ટસના સેક્રેટરી ટી કે રામચંદ્રનએ ન્યૂઝ કેપિટલ ને જણાવ્યું કે 4500 કરોડના ખર્ચે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જે આગામી સમયમાં કેવડિયાની જેમ ટુરિઝમ સ્પોટ બની રહશે. નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષ મેઇક ઇન ઇન્ડિયાનો ઉત્તમ નમૂનો બનશે. કારણ કે ભારતીય આર્કિટેક અને એન્જિનિયર દ્વારા પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે. પ્રોજેક્ટનું નિર્માણ બે તબક્કામાં થઈ રહ્યું છે. જેમાંથી પહેલા તબક્કાની અંદર છ ગેલેરી અને બીજા તબક્કાની અંદર આઠ ગેલેરી એમ બે તબક્કામાં 14 અલગ અલગ ગેલેરી તૈયાર કરવામાં આવશે.

લોથલ સિટી તૈયાર કરવામાં આવી
પ્રથમ ફેઝ 1Aનું કાર્ય પૂર્ણ થયા બાદ ફેઝ 1 B નું નિર્માણ શરૂ કરવામાં આવશે. અને તબક્કાવાર સમગ્ર પ્રોજેક્ટ વર્ષ 2028 સુધીમાં પૂરું કરવાના લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ફેઝ વનમાં છ ગેલેરી નું કામ અંતિમ તબક્કામાં છે. ફેઝ વનમાં નેવલ ગેલેરીની સાથે સાથે ભારતીય સંસ્કૃતિની ઝાંખી જોવા મળશે. ફેઝ વનમાં લોથલ સિટી પણ તૈયાર થશે. હડપ્પન સંસ્કૃતિ વિશે લોકો જાણી શકે તે માટે લોથલ સિટી તૈયાર કરવામાં આવી રહ્યું છે. 31 ઓગસ્ટ 2025 સુધીમાં ફેસ વન મુલાકાત માટે ખુલ્લું મુકાશે માર્ચ 2022માં ફેઝ વન નું કામ શરૂ થયું હતું. આ હેરિટેજ પ્રોજેક્ટ થકી 22000 યુવાઓને નોકરીની તકો મળનાર છે.

વિશ્વનું સૌથી મોટુ નેવી મ્યુઝિયમ બનશે
ફેઝ વનમાં વિશ્વનું સૌથી મોટું નેવી મ્યુઝિયમ બનીને તૈયાર થશે. નેવી મ્યુઝિયમ ની સાથે સાથે ભારતની સૌથી ઊંચું લાઈટ હાઉસ મ્યુઝિયમ પણ બનીને તૈયાર થશે. ભારતીય નેવીનો ઇતિહાસ પણ મેરી ટાઈમ મ્યુઝીયમમાં દર્શાવશે. કારગીલ યુદ્ધ પાકિસ્તાન સાથે થયેલું 1971 નું યુદ્ધ , ગોવા લિબ્રલાઇઝેશન, ઓપરેશન તલવાર વિશે પણ માહિતી અપાશે. અન્ય દેશોને ભારતીય નેવીએ કરેલી મદદ અને ઓપરેશન વિશે પણ માહિતી નેવલ મ્યુઝિયમમાં મળી રહેશે. આઈએનએસ નિશંક પણ મેરીટાઇમ મ્યુઝિયમ માં મુકાયું છે. INS નિશંક એ 35 વરસ સુધી ભારતની સેવા કરી છે. INS નિશંકમાં વ્હીલ ચેર થી જઈ શકાશે. IL 38 એન્ટી સબમરીન એરક્રાફ્ટનું મ્યુઝિયમ પણ બનશે.

આ પણ વાંચો: માંડવી બીચ પર ખુલ્લેઆમ દારૂના વેચાણ બાબતે વાયરલ થયેલા વીડિયો અંગે પોલીસે કરી કાર્યવાહી

નિર્માણ ટ્રાટા પ્રોજેક્ટ લિમિટેડ અને સોંપવામાં આવ્યું
અહી 5D ગેલેરી થીએટર પણ અહીં બનશે જેમાં સમગ્ર પ્રોજેક્ટની 15 થી 30 મિનિટની એનીમેટેડ ડોક્યુમેન્ટરી દર્શાવવા છે. એનએમએચસી દ્વારા વોટ શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા ઇન્ડિયન પોર્ટ એસોસિએશનને નોડલ એજન્સીના રૂપમાં નિયુક્ત કરવામાં આવી છે. જેમાં ઇન્ડિયન પોર્ટ કોર્પોરેશન લિમિટેડ કાર્યકારી એજન્સી તરીકે કાર્યરત છે. સંપૂર્ણ પ્રોજેક્ટનો માસ્ટર પ્લાન આર્કિટેક્ચર ફોર્મ મેસર્સ આર્કિટેક્ટ ઓફિસ કોન્ટ્રાક્ટર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. ફેસ વન એનું નિર્માણ ટ્રાટા પ્રોજેક્ટ લિમિટેડ અને સોંપવામાં આવ્યું છે.