કેવું રહેશે ‘મોદી 3.0’? જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શબ્દોમાં…
PM Narendra Modi Speech Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે, અમારું 3.0 શરૂ થવાનું છે. વિકાસની ગતિ ધીમી નહીં પડવા દઈએ, અમારો ત્રીજો કાર્યકાળ દૂર નથી, મેડિકલ કોલેજની સંખ્યા વધશે, ગરીબો માટે ઘર બનતા રહેશે. પાક્કા ઘર આપવાનું અભિયાન ચાલુ રહેશે. આગામી 5 વર્ષમાં દેશ બુલેટ ટ્રેન પણ જોઈ લેશે. બધા જ કામ ઝડપથી ચાલુ રહેશે. AIનો સૌથી વધુ ઉપયોગ ભારતમાં થશે.
વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, નીતિ અને નિર્માણમાં ભારત નવી દિશા ખોલવામાં આગળ વધશે. જે નિર્માણ કાર્ય આપણે કર્યા છે. અમારું ફોકસ બેઝિક સુવિધાઓ માટે છે, તેના પર પૂરેપૂરું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. દરેક પરિવારનું જીવનસ્તર ઉંચુ ઉઠે. હવેના સમયની માગ છે કે, ક્વોલિટી ઓફ લાઇફ કેવી રીતે સુધારી શકાય. આગામી દિવસોમાં પૂરેપૂરી તાકાત સાથે આગળ વધીને ક્વોલિટી ઓફ લાઇફ તરફ વળીશું. આગામી 5 વર્ષ ન્યૂ મિડલ ક્લાસને નવી ઉંચાઇઓ પર લઈ જઈશું. તેના માટે અમે સામાજિક ન્યાય નામના મોદી કવચને વધુ મજબૂત કરીશું. જ્યારે અમે કહીએ છીએ કે, 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા. ત્યારે કેટલાક લોકો એવો કુતર્ક આપે છે કે, 80 કરોડને અનાજ કેમ આપો છો. ક્યાંક બીજીવાર મુસીબત ના આવી જાય, ક્યાંક બીજીવાર ગરીબીમાં ના જતા રહે. અમે 5 લાખ આયુષ્યમાન ભારતમાં એટલે તો આપીએ છીએ. અમે અનાજ આપીએ છીએ અને આપતા રહીશું.
વડાપ્રધાને આગળ જણાવ્યુ હતુ કે, ગ્રીન હાઇડ્રોજન, ઇથેનોલની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ, તેનાથી પૈસા બચશે. જે ખેડૂતોના ખિસ્સામાં જશે. દેશના ખેડૂતોને જૈવિક ખેતી તરફ આગળ વધારી રહ્યા છીએ. યૂએનના માધ્યમથી શ્રીઅન્નનું અભિયાન ચલાવવામાં આવશે. આવનારા વર્ષોમાં ભારતના ખેડૂતોમાં સુપરફૂડની ચર્ચા થશે. ખેડૂતો માટે ડ્રોન દીદી કાર્યક્રમની શરૂઆત કરી છે. નેનો યૂરિયા, નેનો ડીએપીના ક્ષેત્રમાં સફળતા મળી છે. સહકારિતા ક્ષેત્રમાં નવું મંત્રાલય બનાવ્યું છે. પશુપાલન, મત્સ્યપાલનની દિશામાં ઝડપથી આગળ વિકાસ કરીશું.
તેમણે ઉમેર્યુ હતુ કે, ‘જી20 સફળતાએ વિશ્વનું ધ્યાન આપણી તરફ ખેંચ્યું છે અને ટુરિઝમ પર ફોકસ કરવામાં આવ્યું છે. આવનારા પાંચ વર્ષોમાં ડિજિટલ ઇકોનોમી ભારતનું સામર્થ્ય વધારશે. એઆઈ સહિત આધુનિક ટેક્નિકનો ઉપયોગ દેશમાં થઈ રહ્યો છે. ત્યારે ગ્રાઉન્ડ લેવલે ઘણું બદલાઈ રહ્યું છે, તેમાં ત્રણ કરોડ લખપતિ દીદી બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. વિકસિત ભારત શબ્દોનો ખેલ નથી, આ અમારું સમર્પણ છે. અમારો દરેક શ્વાસ, દરેક ક્ષણ અને દરેક વિચાર દેશને સમર્પિત છે. આવનારી સદીઓ આ સુવર્ણકાળ યાદ કરશે. જીવનના દરેક ક્ષેત્રમાં ઉંચાઈ અને નવી તાકાત આવી રહી છે.’