મોદી સરકાર વકફ એક્ટમાં સુધારો લાવવાની તૈયારીમાં, સંસદમાં લાવશે બિલ

નવી દિલ્હીઃ હવે સરકાર વકફ બોર્ડને લઈને મોટું પગલું ભરવા જઈ રહી છે. આ હેઠળ તે કોઈપણ સંપત્તિને ‘વક્ફ મિલકત’ તરીકે જાહેર કરવાના અધિકારો પર પ્રતિબંધ મૂકવા માગે છે અને તેના પર નિયંત્રણ કરવા માગે છે. સૂત્રોએ જણાવ્યું કે, કેબિનેટે શુક્રવારે સાંજે વકફ એક્ટમાં 40 ફેરફારો પર ચર્ચા કરી હતી. આમાં વક્ફ બોર્ડના અધિકારક્ષેત્રની તપાસ કરનારાઓનો પણ સમાવેશ થાય છે, જે દેશભરમાં લાખો કરોડ રૂપિયાની સંપત્તિનું નિયંત્રણ કરે છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રકાશિત અહેવાલ અનુસાર, વકફ એક્ટમાં પ્રસ્તાવિત મોટા ફેરફાર મુજબ, જો વકફ બોર્ડ કોઈપણ મિલકત પર દાવો કરે છે, તો તેની ચકાસણી ફરજિયાતપણે કરવામાં આવશે. ત્યારે જ્યાં વકફ બોર્ડ અને સામાન્ય વ્યક્તિ વચ્ચે લડાઈ ચાલી રહી છે તે મિલકતોમાં ચકાસણી ફરજિયાત બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ હિઝબુલ્લાહ દ્વારા મોટો હુમલો, 50 મિસાઇલો છોડવામાં આવી
શુક્રવારે સાંજે આયોજિત કેબિનેટના નિર્ણયોની સત્તાવાર બ્રીફિંગમાં આ પગલાંનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. જો કે, ટાઈમ્સના અહેવાલ મુજબ, સૂત્રોએ સંકેત આપ્યો છે કે વક્ફ એક્ટમાં સુધારો કરવા માટેનું બિલ આવતા અઠવાડિયે સંસદમાં રજૂ કરવામાં આવી શકે છે.
સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે, મિલકતોની ફરજિયાત ચકાસણીની બે જોગવાઈઓ વકફ બોર્ડની મનસ્વી સત્તાઓને અંકુશમાં રાખશે. આ અધિનિયમમાં સૂચિત મુખ્ય સુધારા છે. દેશભરમાં 8.7 લાખથી વધુ મિલકતો, કુલ અંદાજે 9.4 લાખ એકર, વક્ફ બોર્ડના અધિકારક્ષેત્ર હેઠળ છે.
અહેવાલ મુજબ, સૂત્રોએ જણાવ્યું કે આવા કાયદાની જરૂરિયાત એટલા માટે ઊભી થઈ કારણ કે મુસ્લિમ બૌદ્ધિકો, મહિલાઓ અને શિયા અને બોહરા જેવા વિવિધ સંપ્રદાયોના લોકોએ વારંવાર વર્તમાન કાયદામાં ફેરફારની માગ કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, 2024ની લોકસભા ચૂંટણી પહેલા સુધારા લાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે ઓમાન, સાઉદી અરેબિયા અને અન્ય ઇસ્લામિક દેશોના કાયદાઓ પર એક નજર નાખે છે કે આમાંથી કોઈ પણ દેશે એક સંસ્થાને આટલી વ્યાપક સત્તા આપી નથી.
2013માં UPA સરકાર દરમિયાન વક્ફ બોર્ડને વધુ વ્યાપક સત્તાઓ પ્રદાન કરવા માટે મૂળ અધિનિયમમાં સુધારો કરવામાં આવ્યો હતો. વક્ફ અધિકારીઓ, વ્યક્તિગત મિલકતના માલિકો અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ સહિત અનેક રાજ્ય સંસ્થાઓ વચ્ચેના વિવાદનું મુખ્ય કારણ છે.